ગારીયાધાર તાલુકાના વેળાવદર ખાતે જીઓ નેટવર્ક ટાવર આવેલ છે અને જીઓનું નેટવર્ક અત્યાર સુધી સારું હોવાને કારણે ઘણા બધા ગ્રાહકો અને આસપાસના ગામોના ગ્રાહકો પણ જીઓની કનેક્ટિવિટી ધરાવે છે પરંતુ છેલ્લા એક મહિનાથી આ નેટવર્કમાં ખૂબ મોટા પ્રમાણમાં ધાંધિયા સર્જાયા હોવાની અનેક ફરિયાદ ઉઠી છે.
ખાસ કરીને રાત્રિના સમયે નેટવર્ક નબળું થતા ઈન્ટરનેટ પણ ચાલતું નથી અને વાતચીત પણ થઈ શકતી નથી અને ક્યારેક દિવસે પણ વાતચીત કરવાની અને ઈન્ટરનેટ સર્ફિંગ કરવાની ખૂબ મુશ્કેલી પડે છે બેન્કિંગ અને અન્ય ક્ષેત્રોમાં થતું કામ તેના કારણે અટકી પડે છે.
આ અંગે અવાર નવાર રજૂઆત કરવાની જરૂર પડે છે તો ગારીયાધાર તાલુકામાં આ નેટવર્કને દુરસ્ત કરવા માટે કાયમી વ્યવસ્થા ગોઠવવા લોકોની માંગ છે.