મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા ધનંજય મુંડેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ માહિતી આપી છે. ધનંજય મુંડેના પીએ પ્રશાંત જોશી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા અને મુંડેનું રાજીનામું તેમને સોંપ્યું છે. ફડણવીસે કહ્યું કે મુંડેએ મને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. મેં તેને સ્વીકારી લીધું છે અને રાજ્યપાલને મોકલી દીધું છે.
મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં મંત્રી રહેલા ધનંજય મુંડે સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસમાં વિવાદોમાં ઘેરાયેલા હતા. SIT એ તેની ચાર્જશીટમાં મુંડેના નજીકના સાથી વાલ્મિક કરાડને બીડ જિલ્લામાં ખંડણીનો વિરોધ કરનારા સરપંચ સંતોષ દેશમુખની હત્યા પાછળના મુખ્ય સૂત્રધાર તરીકે નામ આપ્યું હતું.






