યુએસ બજારોમાં ભારે ઘટાડા પછી આજે અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવાર, 11 માર્ચે, સેન્સેક્સ પણ 400 પોઈન્ટના ઘટાડા સાથે 73,700 ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 100 પોઈન્ટ ઘટીને 22,350 પર આવી ગયો છે. સૌથી મોટો ઘટાડો આઇટી, મીડિયા અને મેટલ શેરોમાં જોવા મળ્યો છે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીના કારણે ડાઓ જોન્સ 890 અંક (2.08%) ઘટીને 41,911ના સ્તરે બંધ થયો છે. નેસ્ડેક કમ્પોઝિટમાં 4.00% નો ઘટાડો આવ્યો. તે 728 અંક ઘટીને 17,468 પર આવી ગયો છે. S&P 500 ઇન્ડેક્સમાં 2.70% નો ઘટાડો આવ્યો છે.
સોમવારે S&P 500 તેના 19 ફેબ્રુઆરીના રેકોર્ડ હાઈ સ્તરેથી 8.6% નીચે બંધ થયો છે. ત્યારથી તેની માર્કેટ વેલ્યૂમાં 4 ટ્રિલિયન ડોલર(350 લાખ કરોડ)થી વધારે ઘટાડો આવ્યો છે. નેસ્ડેક પણ પોતાના ડિસેમ્બરના હાઈ સ્તરેથી 10% થી વધારે ડાઉન ગયો છે.