અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા 1543 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. ASIથી પોલીસ કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ તમામ પોલીસ કર્મી છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવી રહ્યાં હતા.
પોલીસ કમિશરે કરેલી બદલીના ઓર્ડરમાં કડક શબ્દોમાં જણાવ્યું છે કે કોઇએ વળતો પત્રવ્યવહાર પણ કરવો નહીં અને બદલી કરવામાં આવેલા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઇ જવું. મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા પણ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 1500થી વધુ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી.