અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોર 9 મહિના અને 13 દિવસ પછી પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે. તેમની સાથે, આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં હાજર ક્રૂ-9 ના બે વધુ અવકાશયાત્રીઓ પણ આવી રહ્યા છે. ચારેય એસ્ટ્રોનોટ ડ્રેગન સ્પેસક્રાફ્ટમાં સવાર થઈ ગયા છે અને ભારતીય સમય પ્રમાણે સવારે 08.35 વાગ્યે ડ્રેગન સ્પેસક્રાફ્ટનું હેચ એટલે દરવાજો બંધ થયો. હવે 10.35 વાગ્યે અનડોકિંગ થશે, એટલે ડ્રેગન કેપ્સૂલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS) થી અલગ થશે.
19 માર્ચે સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે ઉતરશે. આ યાત્રામાં લગભગ 17 કલાક લાગશે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા આજે એટલે કે 18 માર્ચે ભારતીય સમય મુજબ સવારે 8:15 વાગ્યે તેનું કવરેજ શરૂ કરશે. નાસા દ્વારા આ ઘટનાનું અંદાજિત સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે. હવામાનને કારણે આમાં ફેરફાર પણ થઈ શકે છે.