Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પોલીસ ચોપડે ચઢેલા નામચીનોને નાથવા ગેરકાયદે મિલકતો પર આજથી ફરી વળશે ‘દાદા’નું બુલડોઝર

ચાર મહાનગરો સહિત અલગ અલગ જિલ્લાના 7612 ગુનેગારોની કેડ ભાંગી નાખવાની કામગીરી શરૂ

dharmendravaghela by dharmendravaghela
2025-03-20 11:50:32
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં વસ્ત્રાલમાં હોળીની રાત્રે 20 જેટલા લુખ્ખાઓ મચાવેલા આતંક બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને ડીજીપીએ તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરોને 100 કલાકનુ અલ્ટીમેટમ આપી ગુનેગારોની યાદી તૈયાર કરવા આદેશ કર્યો હતો. શનિવારે(15 માર્ચે) બપોરે 3 વાગ્યે થયેલા આદેશને બુધવારે(19 માર્ચે) સાંજે 7 વાગ્યે 100 કલાક પૂરા થતા જ યાદી સામે આવી ચૂકી છે.
ગુજરાત પોલીસે ચાર મહાનગરો સહિત અલગ અલગ જિલ્લાના 7612 ગુનેગારોની કરમકુંડળી તૈયાર કરી કેડ ભાંગી નાખવાની કામગીરી શરૂ કરી દીધી છે. હાર્ડકોર ક્રિમિનલ સામે પાસા અને તડીપાર જેવા પગલાં લેવાની સાથે સાથે જે લુખ્ખાઓએ ગેરકાયદે બાંધકામો ખડક્યા હોય તેની તપાસ કરી તેની પર બુલડોઝર ફેરવી દેવાશે. ગુજરાત પોલીસ આજથી જ અમદાવાદ સહિતના શહેરોમાં એકશનમાં જોવા મળશે.
સુરત પોલીસ દ્વારા તૈયાર કરાયેલા 1400 ગુનેગારોની યાદીમાં 350 હાર્ડકોર ક્રિમિનલનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. સમગ્ર શહેરમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા ગુનાખોરીના કામો ઉપર રોક લગાવવા માટે સુરત પોલીસ દ્વારા હવે તૈયારી કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયામાં રોફ જમાવનાર વ્યક્તિઓની પણ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.જેમની સામે પણ આગામી દિવસોમાં પગલાં લેવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, સજ્જનસિંહ પરમાર, અને જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટેશન દ્વારા ખાસ યાદી તૈયાર કરી બેથી વધુ વખત ગુનામાં સંડોવાયેલ આરોપીની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં કુલ 756 આરોપીઓની યાદી તૈયાર કરી રાજ્યના ગૃહ વિભાગને સુપ્રત કરવામાં આવેલ છે.
વડોદરા શહેર પોલીસ દ્વારા યાદી તૈયાર કરીને 825 ગુનેગારોની યાદી તૈયાર કરી છે. જેમાં સૌથી વધુ 377 બુટલેગરોમાં સમાવેશ થાય છે. ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયની સૂચના બાદ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ, ક્રાઈમ ડીસીપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટેશન દ્વારા ખાસ યાદી તૈયાર કરવામાં આવી છે. બેથી વધુ વખત ગુનામાં સંડોવાયેલ આરોપીની જેમાં કુલ 825 આરોપીઓની યાદી તૈયાર કરાઈ છે. વડોદરા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુનેગારોની યાદીમાં કુલ 825 ગુનેગારોનો સમાવેશ થાય છે જેમાં મિલ્કત સબંધ ગુના આચરતા 211, શરીર સંબધિત ગુના આચરતા 153, જુગારના 64, અને અન્ય ગુના આચરતા કુલ 19 ગુનેગારોનો સમાવેશ થાય છે.

Tags: demolitiongujarat
Previous Post

બાવળીયાળી ધામ ખાતે ચાલતી રમેશભાઈ ઓઝાની ભાગવત કથામાં શ્રીકૃષ્ણ જન્મની ઉજવણી

Next Post

નાગપુર હિંસાઃ માસ્ટરમાઇન્ડ ફહીમની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
નાગપુર હિંસાઃ માસ્ટરમાઇન્ડ ફહીમની ધરપકડ

નાગપુર હિંસાઃ માસ્ટરમાઇન્ડ ફહીમની ધરપકડ

ભારતમાં 2024નું વર્ષ છેલ્લા 14 વર્ષમાં સૌથી ગરમ વર્ષ

ભારતમાં 2024નું વર્ષ છેલ્લા 14 વર્ષમાં સૌથી ગરમ વર્ષ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.