Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આણંદમાં કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત અચાનક લથડી

વ્યાસપીઠ પરથી સીધા હોસ્પિટલ લઈ જવાયા, સારવાર બાદ સ્વાસ્થ્ય સુધરતા રજા અપાઈ

dharmendravaghela by dharmendravaghela
2025-03-27 11:51:58
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જાણીતા કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત અચાનક લથડી હતી. આણંદના લાંભવેલ રોડ પર જીજ્ઞેશ દાદાની કથા ચાલી રહી હતી, જ્યાં બુધવારે જીજ્ઞેશ દાદાનું સ્વાસ્થ્ય લથડતા તેમને તાત્કાલિક કથા મંડપમાંથી સીધા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, તબીબી સારવાર સમયસર મળી જતાં કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયતમાં સુધારો થયો છે. તબીબો દ્વારા સંપૂર્ણ તપાસ બાદ હાલ જીજ્ઞેશ દાદાની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ચાલુ કથામાં જીજ્ઞેશ દાદાએ કહ્યું કે, મારૂં સ્વાસ્થ્ય બગડ્યું હોવાથી જવું પડશે. વ્યાસપીઠ પરથી તેમણે ઈશારો કરીને તાત્કાલિક ગાડી મગાવી લીધી હતી. તેઓને અચાનક પરસેવો વળી જતા કથા મોકૂફ રાખવામાં આવી અને તેમને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં જીજ્ઞેશ દાદાની તબિયત સ્વસ્થ છે. જીજ્ઞેશ દાદાની તબિયત લથડવાના સમાચાર સાંભળીને હાજર રહેલા તમામ લોકો ચિંતામાં આવી ગયા હતા.
ઉપવાસના કારણે નબળાઈના લીધે તબિયત લથડી હોય એ શક્ય છે. હોસ્પિટલમાં ચેકઅપ પછી અને તબિયતમાં સુધારો થતાં હાલ જીજ્ઞેશ દાદા આણંદ નિવાસ સ્થાને આવ્યા છે. આજે રાબેતા મુજબ કથા યોજાશે તેમ જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં કોરોના કાળ વખતે ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદાનો ઓક્સિજન માસ્ક સાથેનો હોસ્પિટલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે સમયે જીજ્ઞેશ દાદાની તબિયત બગડી હતી. જીજ્ઞેશ દાદાની તબિયત કોરોનાના કારણે લથડતાં તેમના ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

Tags: aanandjignesh dada health
Previous Post

રાણા સાંગાને ગદ્દાર કહેનાર સપા સાંસદના ઘર પર હુમલો : પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ

Next Post

અમદાવાદ: સી.જી.રોડ પરની જવેલર્સની દુકાન બળીને ખાખ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અમદાવાદ: સી.જી.રોડ પરની જવેલર્સની દુકાન બળીને ખાખ

અમદાવાદ: સી.જી.રોડ પરની જવેલર્સની દુકાન બળીને ખાખ

ખેડામાં ફરીથી ઝડપાઈ નકલી ઘીની ફેક્ટરી!

ખેડામાં ફરીથી ઝડપાઈ નકલી ઘીની ફેક્ટરી!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.