૩ એપ્રિલના રોજ, યુએસ રાષ્ટ્રપતિ દ્વારા પારસ્પરિક ટેરિફની જાહેરાત કર્યા પછી, યુએસ શેરબજારનો ઇન્ડેક્સ ડાઉ જોન્સ લગભગ 1679 પોઈન્ટ અથવા 3.98% ઘટીને 40545 પર બંધ થયો.S&P 500 ઇન્ડેક્સ 274 પોઈન્ટ અથવા 4.84% ઘટ્યો. તે 5450ના સ્તરે આવી ગયો. નાસ્ડેક કમ્પોઝિટ સૌથી વધુ 1050 પોઈન્ટ અથવા 5.97% ઘટ્યો.નાઇકી, બોઇંગ, એપલ અને એમેઝોન જેવી કંપનીઓના શેર 15% સુધી ઘટ્યા. એરલાઇન, કપડાં, રિટેલ, ટેકનોલોજી અને બેંક સહિત તમામ ક્ષેત્રોના શેર ઘટ્યા.
આ ઘટાડાથી યુએસ શેરબજારના માર્કેટ કેપમાં લગભગ $2 ટ્રિલિયનનો ઘટાડો થયો. 2 એપ્રિલે S&P 500 ઇન્ડેક્સનું માર્કેટ કેપ $47.681 ટ્રિલિયન હતું, જે 3 એપ્રિલે ઘટીને $45.917 ટ્રિલિયન થઈ ગયું છે.યુએસ માર્કેટનું માર્કેટ કેપ લગભગ $2 ટ્રિલિયન ઘટ્યુંઆ ઘટાડાથી યુએસ શેરબજારના માર્કેટ કેપમાં લગભગ $2 ટ્રિલિયનનો કડાકો બોલી ગયો હતો. 2 એપ્રિલના રોજ S&P 500 ઇન્ડેક્સનું માર્કેટ કેપ $47.681 ટ્રિલિયન હતું, જે 3 એપ્રિલના રોજ ઘટીને $45.921 ટ્રિલિયન થઈ ગયું હતું.
કોર્પોરેટ નફામાં ઘટાડો થવાનો ભય છે. અમેરિકાએ તમામ આયાતી માલ પર 10% લઘુત્તમ ટેરિફ અને કેટલાક દેશો પર તેનાથી પણ વધુ ટેરિફ (દા.ત. ચીન પર 34%, વિયેતનામ પર 46%) લાદવાની જાહેરાત કરી છે. આનાથી ત્યાંથી આવતા માલના ભાવમાં વધારો થશે. આનાથી કંપનીઓના ખર્ચમાં વધારો થશે, જેની અસર તેમના નફા પર પડશે. નફામાં નુકસાન થવાના ડરથી, રોકાણકારોએ શેર વેચવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો છે.
કોર્પોરેટમાં ગ્લોબલ ટ્રેડ વૉરનો ભય છે. અમેરિકા દ્વારા ટેરિફ જાહેર કર્યા પછી, અન્ય દેશો પણ બદલો લેવાના ટેરિફ લાદી શકે છે. ઉદાહરણ તરીકે, જો ભારત પર 27% ટેરિફ હોય, તો ભારત યુએસ માલ પર પણ ટેરિફ વધારી શકે છે. આનાથી વૈશ્વિક વેપારમાં વિક્ષેપ પડી શકે છે, જે સપ્લાય ચેઇનને અસર કરશે. આ અનિશ્ચિતતાને કારણે રોકાણકારો ગભરાઈ ગયા છે અને શેરબજારમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કરી દીધું છે.
9 એપ્રિલથી પારસ્પરિક ટેરિફ લાગુ થશે
અમેરિકામાં પ્રવેશતા તમામ માલ પર 10% બેઝલાઇન (લઘુત્તમ) ટેરિફ લાદવામાં આવશે. બેઝલાઇન ટેરિફ 5 એપ્રિલના રોજ લાગુ થશે અને પારસ્પરિક ટેરિફ 9 એપ્રિલના રોજ મધ્યરાત્રિ 12 વાગ્યા પછી લાગુ થશે. વેપારના સામાન્ય નિયમો હેઠળ આયાત પર બેઝલાઇન ટેરિફ લાદવામાં આવે છે, જ્યારે પારસ્પરિક ટેરિફ બીજા દેશના ટેરિફના પ્રતિભાવમાં લાદવામાં આવે છે.