Wednesday, August 20, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ : 9 એપ્રિલે GMDC ગ્રાઉન્ડમાં એકસાથે 25 હજાર જૈનો નવકાર મંત્રનું પઠન કરશે

CM અને દિલ્હીના કાર્યક્રમમાં PM મોદી ઉપસ્થિત રહેશે, કરોડો નવકાર મંત્રી ગણી વર્લ્ડ રેકોર્ડ કરશે

dharmendravaghela by dharmendravaghela
2025-04-08 12:09:57
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

JITO(જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા 9 એપ્રિલે ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ કલ્યાણના અર્થે આ મહત્વપૂર્ણ આયોજન જૈન સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યું છે. જે અદભૂત ક્ષણ સાબિત થશે.
આ નવકાર મંત્રના જાપથી એક ઐતિહાસિક રેકોર્ડ બનશે. આ કાર્યક્રમ 9 એપ્રિલના રોજ સવારે 8-01 વાગ્યાથી અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે આવેલા ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ-GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી JITO એપેક્સના દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ રહેલા મુખ્ય કાર્યક્રમથી ઉપસ્થિત રહી સમગ્ર ભારતને વર્ચ્યુઅલી સંબોધિત કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતા તેમજ તમામ જૈન સમુદાય જેમ કે, શ્વેતાંબર સંઘ, દિગંબર સંઘ, તેરાપંથી સંઘ, સ્થાનકવાસી સંઘ એમ તમામ જૈન સમુદાયના જૈન મુની આ નવકાર મહામંત્રમાં ઉપસ્થિત રહેશે. ગચ્છાધિપતિ, આચાર્ય, સાધુ-સાધ્વીજી ભગવંતો નવકાર મહામંત્રના આશીર્વાદ આપવા માટે પધારશે. જીતો અમદાવાદના હોદ્દેદારો તેમજ વિવિધ સંઘોના અગ્રણીઓ પણ હાજરી આપશે.
વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને JITO, અમદાવાદના ચેરમેન ઋષભ શાહ, ચીફ સેક્રેટરી મનીષ ડી. શાહ તથા નવકાર દિવસ કન્વીનર તથા પૂર્વ ચેરમેન આસિત શાહે મંગલ કળશ અર્પણ કર્યું હતું. કાર્યક્રમ પહેલા જ શહેરમાં કળશયાત્રા શરુ કરાઈ છે. જે જીએમડીસી ખાતે પૂર્ણ થશે. આ કળશયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં કળશ આપવામાં આવ્યા છે. અમદાવાદના તમામ જૈન મંદિરોમાંથી કળશ જૈન સમુદાયના લોકો દ્વારા તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે, આ કળશની પૂજા કરી નવકાર મંત્રના જાપની પણ માળાઓ કરવામાં આવી રહી છે. 9 એપ્રિલે રોજ મોટી સંખ્યામાં સંઘો કળશને લઈને આવશે અને સામૂહિક નવકાર મંત્રનો જાપ કરશે.

Tags: Ahmedabadgmdc groundnavkar mantra record
Previous Post

જયપુરમાં બેકાબુ કારે 9ને કચડ્યા, 2ના મોત

Next Post

ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં 404 કરોડનું દાન

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા

August 19, 2025
પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર
તાજા સમાચાર

પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર

August 19, 2025
સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ
તાજા સમાચાર

સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ

August 19, 2025
Next Post
ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં 404 કરોડનું દાન

ગુજરાતમાં રાજકીય પક્ષોને એક વર્ષમાં 404 કરોડનું દાન

CM ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના પ્રવાસે, શહેરાવ ઘાટ સુધી પગપાળા કરશે પરિક્રમા

CM ભૂપેન્દ્ર પટેલ નર્મદા જિલ્લાના પ્રવાસે, શહેરાવ ઘાટ સુધી પગપાળા કરશે પરિક્રમા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.