રાજકોટમાં સિટી બસચાલકે વાહનોને અડફેટે લીધાં છે. ઈન્દિરા સર્કલ પાસેના અકસ્માતમાં 3નાં મોતની આશંકા છે. અકસ્માત બાદ ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ બસમાં તોડફોડ કરી હતી. લોકોએ સિટી બસના કાચ ફોડી નાખ્યા છે.
ઘટનાસ્થળે જોત જોતામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં પોલીસે લાઠીચાર્જ કરીને ટોળું વિખેર્યું હતું. રાજકોટની કે.કે.વી હોસ્પિટલ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે લોકોમાં ખાસ્સો રોષ જોવા મળ્યો હતો..ડ્રાઇવર ફરાર થઇ જતા લોકોનો રોષ ટીઆરબી ટ્રાફિક જવાન પર ઉતરી આવ્યો હતો અને લોકોએ ટ્રાફિક જવાન પર ટપલી દાવ કર્યો હતો.. જે બાદ ટ્રાફિક જવાને પણ ત્યાંથી ભાગી જવા મજબૂર થવું પડ્યું હતું.