Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહાદેવ એપ પ્રમોટર્સના અમદાવાદ સહિત રાજ્યમાં 15 સ્થળ પર દરોડા

હવાલામાં ઇઝમાયટ્રિપના સહ સ્થાપક નિશાંત પિટ્ટીની સંડોવણી ખૂલતાં તેના ઘરે પણ ઇડી ત્રાટકી

dharmendravaghela by dharmendravaghela
2025-04-17 11:53:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ બુધવારે વહેલી સવારથી મહાદેવ ઓનલાઇન બેટિંગ એપના પ્રમોટરોના અમદાવાદ સહિત વિવિધ રાજ્યોમાં આવેલા 15 સ્થળે દરોડા પાડ્યા હતા. મહાદેવ ઓનલાઇન સટ્ટાબાજી એપ્લિકેશન સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે EaseMyTripના સ્થાપક નિશાંત પિટ્ટીના પરિસર સહિત અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા.
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ બુધવારે મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ સાથે જોડાયેલી પૈસાની હેરાફેરીના કેસમાં અમદાવાદ સહિત 15 સ્થળે દરોડા કાર્યવાહી શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હીની સાથે મુંબઈ, ચંડીગઢ, અમદાવાદ, ઈન્દોર, જયપુર, ચેન્નઈ અને સંભલપુર (ઓરિસ્સા) સહિત વિવિધ શહેરોમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. ઈડીની ટીમોએ EaseMyTripના સ્થાપક અને ચેરમેન નિશાંત પિટ્ટીના રહેઠાણ પર પણ તપાસ કરી છે. આ કેસ અગાઉ પણ ચર્ચામાં રહ્યો હતો, જ્યારે ઈડીએ દાવો કર્યો હતો કે છત્તીસગઢના ઘણા રાજકીય નેતાઓ અને અધિકારીઓ આ ગેરકાયદે બેટિંગ ઓપરેશન અને તેના થકી થતા નાણાકીય લેવડદેવડમાં સંડોવાયેલા હોવાનું અનુમાન છે. ઇડીએ કહ્યું છે કે, મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ ગેરકાયદે સિન્ડિકેટ છે, જે નવા યુઝર્સને રજિસ્ટર કરાવવા, યુઝર આઈડી બનાવવાની અને બેનામી બેંક ખાતાં મારફતે કાળી કમાણી સફેદ કરવાની પ્રવૃત્તિઓ ચલાવે છે. મહત્ત્વનું છે કે, એપના મુખ્ય પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ છત્તીસગઢના વતની છે.
મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રા અને રવિ ઉપ્પલ હાલ દુબઈ ભાગી ગયા છે ત્યારે મહાદેવ એપ પર પાનના ગલ્લા પર બુકીઓ પોતાના ફોનમાં ઓનલાઇન સટ્ટો રમાડતા હોય છે અને ત્યારે જ ચોક્કસ આંગડિયા પેઢીઓ દ્વારા આ હારજીતના કરોડો રૂપિયાના હવાલા પાડવામાં આવે છે. હવે દેશ બહાર પણ હવાલા પડતા હોવાની વિગતો સામે આવતાં ઇડીની ટીમે તપાસ શરૂ કરી હતી, જેમાં ઇઝ માય ટ્રીપના સંચાલક નિશાંત પિટ્ટીની પણ હવાલામાં સંડોવણી સામે આવી છે. નિશાંત પિટ્ટી જેવા સંખ્યાબંધ મળતિયા મહાદેવ એપના રૂપિયાના હવાલા પાડતા હતા. આવા લોકોની વિગતો એકત્રિત કર્યા બાદ ઇડીએ દરોડા શરૂ કર્યા છે.

Tags: ED Raidgujaratmahadev app
Previous Post

ભાવનગરમાં કાળીયાબીડ શક્તિ માતાજીના મંદિર પાસેની સોસાયટીઓના પાણી પ્રશ્ને રજુઆત

Next Post

અમદાવાદ-વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અમદાવાદ-વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા

અમદાવાદ-વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા

જેસલમેરમાં પારો 46ને પાર : ચેન્નઈમાં ભારે વરસાદ

જેસલમેરમાં પારો 46ને પાર : ચેન્નઈમાં ભારે વરસાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.