Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટાઇમની 100 પ્રભાવશાળી હસ્તીમાં એકપણ ભારતીય નહીં

21 વર્ષમાં પહેલીવાર આવું બન્યું; બાંગ્લાદેશના સલાહકાર યુનુસ, મસ્ક-ટ્રમ્પનાં નામ

dharmendravaghela by dharmendravaghela
2025-04-18 11:47:48
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ટાઈમ મેગેઝિને બુધવારે વર્ષ 2025ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી. TIME 100ની યાદી 2004થી નિયમિતપણે પ્રકાશિત કરવામાં આવે છે. આ યાદીને અનેક શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે, જેમ કે નેતાઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, દિગ્ગજો, નવીનતાઓ અને કલાકારો. દર વર્ષે ટાઇમના સંપાદકો અને નિષ્ણાતો નામો પસંદ કરે છે.
બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને એમાં સ્થાન મળ્યું છે, જોકે આ વખતે યાદીમાં કોઈ ભારતીયનો સમાવેશ કરાયો નથી. છેલ્લાં 21 વર્ષમાં પહેલીવાર આવું બન્યું છે. છેલ્લાં 21 વર્ષમાં આ પહેલીવાર છે, જ્યારે કોઈ ભારતીયને આ યાદીમાં સ્થાન મળ્યું નથી. આ પહેલાં 2024માં ભારતના 8 લોકોને ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં આલિયા ભટ્ટ, સાક્ષી મલિક, સત્ય નડેલા, અજય બંગા, દેવ પટેલ, જિગર શાહ, આસ્મા ખાન અને પ્રિયમવદા નટરાજનનો સમાવેશ થાય છે.
અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટને ટાઇમ મેગેઝિનમાં મુહમ્મદ યુનુસ વિશે લખ્યું હતું કે તેઓ બાંગ્લાદેશને તેની મુશ્કેલીઓમાંથી બહાર કાઢી રહ્યા હતા અને માનવ અધિકારો પુનઃસ્થાપિત કરી રહ્યા હતા. યુનુસ જવાબદારીની માગ કરી રહ્યા છે અને એ જ સમયે એક મુક્ત સમાજનો પાયો પણ નાખી રહ્યા છે. પ્રભાવશાળી નેતાઓમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ ઈલોન મસ્કને પણ સ્થાન મળ્યું છે. આ વખતે ટ્રમ્પ વહીવટીતંત્રના છ સભ્યનો યાદીમાં સમાવેશ થાય છે. ટ્રમ્પને અગાઉ 2016 અને 2024 માટે ટાઇમ મેગેઝિનના પર્સન ઓફ ધ યર તરીકે નામ આપવામાં આવ્યું હતું. પ્રખ્યાત ગાયક એડ શીરન, અમેરિકન અભિનેતા અને ગાયિકા સ્કારલેટ જોહાનસન, મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગનો પણ 2025ની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષે મેગેઝિનમાં કુલ 6 શ્રેણીમાં 32 દેશના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. 22 વર્ષીય ફ્રેન્ચ તરવૈયા લિયોન માર્ચન્ડ આ યાદીમાં સૌથી યુવા પ્રભાવશાળી છે, જ્યારે 84 વર્ષીય મુહમ્મદ યુનુસ સૌથી વૃદ્ધ છે.

Tags: time magazine 100 list 2025USA
Previous Post

ફ્લોરિડા યુનિવર્સિટી કેમ્પસમાં ગોળીબાર, 2નાં મોત:6 ઘાયલ

Next Post

મમતા બેનર્જી બંગાળી હિન્દુઓ માટે ખતરો છે : મિથુન ચક્રવર્તી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મમતા બેનર્જી બંગાળી હિન્દુઓ માટે ખતરો છે : મિથુન ચક્રવર્તી

મમતા બેનર્જી બંગાળી હિન્દુઓ માટે ખતરો છે : મિથુન ચક્રવર્તી

હમાસે ગાઝામાં ચાલતા યુદ્ધને શરતોને આધિન સમાપ્ત કરવાની કરી જાહેરાત

હમાસે ગાઝામાં ચાલતા યુદ્ધને શરતોને આધિન સમાપ્ત કરવાની કરી જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.