Saturday, July 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુપ્રીમના આદેશ બાદ વક્ફ કાયદો ઘડાયો છે : જેપીસી અધ્યક્ષ જગદંબિકા પાલે

જગદંબિકા પાલે જણાવ્યું, ખામી નીકળી તો રાજીનામું આપી દઈશ જેપીસીએ આ મુદ્દે 38 બેઠકો કરી હતી

dharmendravaghela by dharmendravaghela
2025-04-18 11:51:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વક્ફમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સંશોધનો વિરૂદ્ધ કરવામાં આવેલી ફરિયાદો પર સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે પોતે વક્ફ કાયદામાં કેટલીક ખામીઓ હોવાનું કહી સ્પષ્ટતા માગી છે. જેના પર આ કાયદાનું નિર્માણ કરનારી જેપીસી (જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી)ના અધ્યક્ષ જગદંબિકા પાલે દાવો કર્યો છે કે, જો કાયદામાં એક પણ ખામી નીકળી, તો હું મારા સાંસદ પદ પરથી રાજીનામું આપી દઈશ.
સુપ્રીમ કોર્ટે સળંગ બે દિવસ સુધી વક્ફ કાયદા મામલે સુનાવણી હાથ ધરી હતી. જેમાં ઘણા આપત્તિજનક નિયમો ઘડાયા હોવાનું જણાવી કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટતા મગાવી છે. કેન્દ્ર સરકારે સાત દિવસની અંદર અમુક સળગતા સવાલોનો જવાબ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. જગદંબિકા પાલે જણાવ્યું કે, જેપીસીએ આ મુદ્દે 38 બેઠકો કરી હતી. તમામ સવાલો પાયાવિહોણા છે. અમુક રાજકીય પક્ષો પોતાના લાભ માટે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કાયદો અનેક વિચાર-વિમર્શ અને મનોમંથન બાદ ઘડવામાં આવ્યો છે. જો કાયદામાં એક પણ ખામી નીકળી તો હું મારા સાંસદ પદ પરથી રાજીનામું આપી દઈશ.
સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદામાં સમાવિષ્ટ ત્રણ નિયમો પર વાંધો ઉઠાવ્યો હતો. તેમજ તે મામલે સ્પષ્ટતા આપવા કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે. આ સુધારા હેઠળ હિન્દુ વ્યક્તિને વક્ફ બોર્ડમાં સામેલ કરવાની જોગવાઈ છે. જેમાં સુપ્રીમે પૂછ્યું કે, તો શું સરકાર હિન્દુ બોર્ડમાં પણ મુસ્લિમ સમુદાયને સામેલ કરવા તૈયાર છે. બીજો વક્ફ બાય યુઝર પ્રોપર્ટીને ડિ-નોટિફાઈ કરવા પર સવાલ ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે, વક્ફ બાય યુઝર પ્રોપર્ટીને ડિ-નોટિફાઈ કરવામાં આવી તો દેશમાં ગંભીર માહોલ સર્જાશે. તેના પરિણામો ખૂબ ખરાબ આવી શકે છે.જગદંબિકા પાલે જણાવ્યું હતું કે, બિન-મુસ્લિમોને વક્ફ બોર્ડમાં સામેલ કરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે જ લેવામાં આવ્યો હતો. 2010માં સુપ્રીમ કોર્ટ અનુસાર, વક્ફ બોર્ડ એક કાયદાકીય સંસ્થા છે, તે ધાર્મિક સંસ્થા નથી. તે વક્ફ પ્રોપર્ટીની દેખરેખ અને જાળવણી કરતી સંસ્થા છે. આ સિવાય અગાઉ પણ સુપ્રીમ કોર્ટે અનેક વખત વિવિધ કેસોમાં કહ્યું છે કે, વક્ફ બોર્ડ એ કાયદાકીય સંસ્થા છે. ધાર્મિક નહીં. જેથી તેમાં વિશ્લેષણના લોકો સહિત અન્ય નિષ્ણાતો સામેલ થઈ શકે છે. નોંધનીય છે, વિવિધ મુસ્લિમ સંગઠનો અને વિપક્ષો દ્વારા વક્ફ કાયદા 2025નો વિરોધ થઈ રહ્યો છે. આ કાયદો મુસ્લિમોની ઓળખને નષ્ટ કરનારો હોવાનો દાવો કર્યો છે. જ્યારે સરકારે તેને મુસ્લિમોની હિતમાં ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ વિરોધ મામલે 100થી વધુ અપીલ થઈ છે.

Tags: indiajagdambika pal waqf board bill
Previous Post

સુપર સંસદ તરીકે કામ કરે છે જજ : જગદીપ ધનખડ

Next Post

બાંગ્લાદેશે કહ્યું, પાકિસ્તાને 1971ના અત્યાચાર માટે માફી માગવી જોઈએ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર

July 3, 2026
વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે
આંતરરાષ્ટ્રીય

વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે

July 3, 2026
વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં લા ગુએરા રાજ્યના તમામ સરકારી અધિકારીઓના મોત
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં લા ગુએરા રાજ્યના તમામ સરકારી અધિકારીઓના મોત

July 3, 2026
Next Post
બાંગ્લાદેશે કહ્યું, પાકિસ્તાને 1971ના અત્યાચાર માટે માફી માગવી જોઈએ

બાંગ્લાદેશે કહ્યું, પાકિસ્તાને 1971ના અત્યાચાર માટે માફી માગવી જોઈએ

સોનગઢ ગામમાં પુલ પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા

સોનગઢ ગામમાં પુલ પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.