જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક હુમલાખોરની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીર ઘટના સ્થળની છે, જેમાં તે હાથમાં બંદૂક પકડીને ઉભો છે. જોકે, તસવીરમાં આતંકવાદીનો ચહેરો દેખાતો નથી.
પહેલગામ હુમલા બાદ આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. NIAની ટીમો શ્રીનગર પહોંચી ગઈ છે. ફોરેન્સિક ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે. સેના, CRPF, SOG, જમ્મુ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. પહેલગામમાં સુરક્ષા દળોનું ઓપરેશન સમાપ્ત થયા પછી, NIA ટીમ સ્થળ પર પહોંચી.પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને પહેલગામ હોસ્પિટલથી શ્રીનગર મોકલવામાં આવ્યા છે.
ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ : 2 આતંકવાદીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખાનજીક બુધવારે આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. આ પછી ભારતીય સેનાએ ગોળીબાર શરૂ કરી દીધો. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ 2-3 આતંકવાદીઓને ઘૂસણખોરીનો પ્રયાસ કરતા જોયા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક બુધવારે આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. આ પછી ભારતીય સેનાએ ગોળીબાર શરૂ કરી દીધો. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ 2-3 આતંકવાદીઓને ઘૂસણખોરીનો પ્રયાસ કરતા જોયા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે.
બારામુલ્લામાં ઘુસ્યા 3 આતંકી, સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાના એક દિવસ બાદ આતંકીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ ચાલુ છે. 2-3 આતંકીઓ બારામુલ્લામાં દાખલ થવાના સમાચાર છે. આ ઘટના બાદ સુરક્ષાદળો એલર્ટ મોડ પર આવી ગયા હતા. અત્યારે ઓપરેશન ચાલુ છે. આતંકવાદીઓએ સરજીવન દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. ચિનાર કૉર્પ્સે બુધવાર સવારે જાણકારી આપી છે. 23 એપ્રિલ 2025એ 2-3 આતંકવાદી બારામુલ્લાના ઉરી નાલામાં સરજીવન વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યાં હતા. TPSની ટીમે જવાબી કાર્યવાહી કરી હતી અન તેમને રોક્યા હતા. જે બાદ ફાયરિંગ શરૂ થયું હતું. ઓપરેશન અત્યારે ચાલુ છે.






