Wednesday, April 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બલૂચિસ્તાનમાં લોકોએ પાકિસ્તાનનો ઝંડો હટાવીને બલોચ ધ્વજ ફરકાવવાનું શરૂ કર્યું

બીએલએના પ્રવક્તા જિયાંદ બલોચે કહ્યું કે, અમે પાકિસ્તાનની સેના વિરુદ્ધ અમારું યુદ્ધ ચાલુ રાખીશું

dharmendravaghela by dharmendravaghela
2025-05-09 12:05:19
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાની સૈન્યને હાલ દરેક મોરચે માર પડી રહ્યો છે. પૂર્વીય સરહદે ભારત સામે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે ત્યારે બલૂચિસ્તાનમાં બલોચ બળવાખોરો પાકિસ્તાની સૈન્ય સામે તેનું આક્રમણ વધાર્યું છે. ભારત સાથે સરહદ પર યુદ્ધ વચ્ચે પાકિસ્તાની સૈન્ય ગૃહયુદ્ધનો પણ સામનો કરી રહ્યું છે. આવા સમયે બલૂચિસ્તાનમાં પાકિસ્તાનનો ઝંડો હટાવીને બલોચ ધ્વજ ફરકાવવાનું શરૂ કર્યું છે.
ભારત સાથે યુદ્ધ વચ્ચે ગુરુવારે બલોચ પત્રકાર મિર યાર બલોચે એક્સ પર એક પોસ્ટ શૅર કરીને દાવો કર્યો હતો કે, બલૂચિસ્તાનમાં લોકોએ ઈમારતો પરથી પાકિસ્તાનનો ઝંડો ઉતારી લેવાનું અને બલૂચિસ્તાનનો સ્વતંત્ર ઝંડો લગાવવાનું શરૂ કરી દીધું છે. દુનિયા માટે પાકિસ્તાનમાંથી તેમના રાજદ્વારી મિશન્સ પાછા ખેંચવાનો અને નવા ઊભરી રહેલા બલૂચિસ્તાનમાં તેમને ખસેડવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાનને વિદાય, બલૂચિસ્તાનમાં આવકાર.
દરમિયાન બલૂચિસ્તાન લિબરેશન આર્મીના બળવાખોરોએ બોલન ઘાટીમાં પાકિસ્તાની સૈનિકોના એક વાહનને રિમોટ બોમ્બથી ઉડાવી દીધું હતું. આ વિસ્ફોટમાં વાહનના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર બધા જ ૧૨ સૈનિકોનાં મોત નીપજ્યાં હતા. આ સિવાય બલોચ બળવાખોરોએ પાકિસ્તાનના બોમ્બ વિરોધી ટૂકડીને ટાર્ગેટ કરતા એક આઈઈડી વિસ્ફોટ પણ ક્રયો હતો, જેમાં બે સૈનિક માર્યા ગયા હતા. આ રીતે બીએલએએ એક જ દિવસમાં પાકિસ્તાની સૈન્યના ૧૪ સૈનિકોના મોત નીપજાવ્યા હતા. બીએલએના પ્રવક્તા જિયાંદ બલોચે કહ્યું કે, તમે જોઈ શકો છો કે કેવી રીતે પાકિસ્તાનનું સૈન્ય બસ ચીનના બનાવેલા પ્રોજેક્ટ્સની સુરક્ષામાં લાગેલું રહે છે. આ પાકિસ્તાનની સેના નથી માત્ર એક બિઝનેસ ગ્રૂપ છે. અમે પાકિસ્તાનની સેના વિરુદ્ધ અમારું યુદ્ધ ચાલુ રાખીશું.

Tags: balochistani remove pakistan flag
Previous Post

નારાયણ સરોવર, જખૌ અને લખપત દરિયાઈ વિસ્તારમાં માછીમારી માટે પ્રતિબંધ

Next Post

પાક.ના હુમલા સામે લાહોરથી કરાચી સુધી ભારતની સ્ટ્રાઇક

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

દાહોદ : લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ લોકોની તબિયત લથડી

April 21, 2026
આંતરરાષ્ટ્રીય

ધમકી આપવાથી શાંતિનો માર્ગ નહીં ખુલે : કોઇપણ હુમલાને ખાળવા માટે ઈરાન તૈયાર

April 21, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામે ફરી યુદ્ધ માટે અમેરિકા અને ઇઝરાયેલની તૈયારી

April 21, 2026
Next Post
પાક.ના હુમલા સામે લાહોરથી કરાચી સુધી ભારતની સ્ટ્રાઇક

પાક.ના હુમલા સામે લાહોરથી કરાચી સુધી ભારતની સ્ટ્રાઇક

Кракен: актуальные зеркала и онион для входа на площадку 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.