Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાષ્ટ્રપતિના કાર્યક્રમ પહેલા ગોરખપુર એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી

દેશના 15 એરપોર્ટને બોમ્બ હોવાની માહિતી, એરપોર્ટ નિર્દેશકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

dharmendravaghela by dharmendravaghela
2025-06-30 12:00:59
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશના ગોરખપુર સહિત દેશના 15 એરપોર્ટ પર બોમ્બ હોવાની માહિતી મળતા જ ખળભળાટ

મચી ગયો હતો. રાષ્ટ્રપતિના કાર્યક્રમના બરાબર એક દિવસ પહેલા આવી ધમકી મળતા ગોરખપુર

પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી. એરપોર્ટ ઓફિસની સાથે-સાથે દરેક વિમાનની સઘન તપાસ કરવામાં

આવી હતી અને યાત્રીઓને એક જગ્યાએ એકઠા કરવામાં આવ્યા હતા. સવારે 10.18 વાગ્યે મળેલી

માહિતી બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી અને સાંજે ચાર વાગ્યે બોમ્બ ન હોવાનું ક્લિયરન્સ મળ્યા

બાદ જ વિમાનોને રવાના કરવામાં આવ્યા હતા. એરપોર્ટ નિર્દેશકની ફરિયાદના આધારે પોલીસે ગુનો

દાખલ કર્યો છે.
મળતી વિગતો અનુસાર, રવિવારે દેશના 15 એરપોર્ટને બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ હડકંપ મચી

ગયો હતો. આ યાદીમાં ગોરખપુર એરપોર્ટનો પણ સમાવેશ થતો હતો. એક ઈમેલ આઈડી પરથી સવારે

10:18 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભરી સૂચના મોકલવામાં આવી હતી. રજા હોવાને કારણે

ગોરખપુર એરપોર્ટના સુરક્ષા અધિકારીની નજર આ ઈમેલ પર બપોરે એક વાગ્યે પડી, જેના પછી

તાત્કાલિક બોમ્બ નિરોધક દળ, SSF, એરફોર્સ અને એમ્સ પોલીસ સ્ટેશનને એલર્ટ કરી દેવામાં આવ્યા

હતા.
એક કલાકની સઘન તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો

હતો. એરપોર્ટ નિર્દેશક આર.કે. પારાશરે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એમ્સ પોલીસ સ્ટેશનમાં

ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે ગોરખપુર સહિત અન્ય 15 એરપોર્ટને ઉડાવી દેવાની

ધમકીભર્યો મેઈલ મળ્યો છે, જે તોફાની તત્વો દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે.

 

ફોટો

Tags: bomb threatgorakhpur airport
Previous Post

અમરનાથ યાત્રા માટે સુરક્ષા દળો દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા, મોક ડ્રીલ યોજી

Next Post

દલાઈ લામાના 90મા જન્મદિવસે થશે ઉત્તરાધિકારીની જાહેરાત?

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
દલાઈ લામાના 90મા જન્મદિવસે થશે ઉત્તરાધિકારીની જાહેરાત?

દલાઈ લામાના 90મા જન્મદિવસે થશે ઉત્તરાધિકારીની જાહેરાત?

ટોક્યોથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફલાઇટનું કોલકાતામાં થયું ઇમરજન્સી લેન્ડિંગ

ટોક્યોથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફલાઇટનું કોલકાતામાં થયું ઇમરજન્સી લેન્ડિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.