જતીન સંઘવી : ભાવનગર મહાપાલિકામાં ફાઇલો અને દસ્તાવેજાે ગુમ થવાની ઘટના વર્ષોથી બનતી આવે છે ત્યારે તેને રોકવા માટે થઇને ઇન્ચાર્જ મ્યુ. કમિશનર નિરગુડેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં ટાઉન ડેવલોપમેન્ટ અને ટાઉન પ્લાનીંગ વિભાગના રેકર્ડ રૂમમાં તાકિદના ધોરણે સીસીટીવી કેમેરા લગાવવા હુકમ કર્યો છે.
હાલાકી આ હુકમ થયાને ૧૫ કરતા વધુ દિવસો વિતી ગયા છે. હવે ઇડીપી વિભાગમાં અધિકારી બદલાતા કેમેરા લાગવાનો માર્ગ મોકળો થશે તેમ માનવું છે !આ ઉપરાંત કમિશનરની મિટીંગ રૂમમાં કેમેરા છે તેને અપડેટ કરી આધુનિક કેમેરા લગાવાશે.ઉલ્લેખનીય છે કે, ભરતી સહિતની કામગીરી મીટિંગ રૂમમાં થતી હોય છે. મહાપાલિકાની આગામી સ્ટેન્ડીંગ કમિટીના એજન્ડામાં આ બંને કાર્યનો સમાવેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ટીડી, ટીપી વિભાગના રેકર્ડ રૂમમાંથી વારંવાર રેકર્ડ ગાયબ થવાની કે ન મળવાની રજૂઆતો કમિશનરને થતી આવી છે. ત્યારે રેકર્ડ રૂમને સીસીટીવીથી સજ્જ કરવાનો નિર્ણય લેવાયો છે.