નરેન્દ્ર ચુડાસમા, મહુવાની એડી. સેશન્સ કોર્ટ (સ્પેશ્યલ પોક્સો કોર્ટ)માં આજે સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ કરવાના કેસમાં આરોપી મહુવા તાલુકાના નેસવડના શખ્સને કસૂરવાર ઠેરવી ૧૦ વર્ષની કેદ અને રોકડ દંડ ફટકાર્યો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મહુવા તાલુકાના નેસવડ ગામના ભાવેશ પાચાભાઇ સાખટ નામના શખ્સ સામે સગીરાના પિતાએ તેની 16 વર્ષ અને છ માસની દીકરીને લલચાવીવી ફોસલાવી પોતાના વાલી પણામાંથી લઈ જઈ અપરણ કરી દુષ્કર્મ કર્યાની મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી 363, ૩66, 376(2)(જે)(ઍન),તથા પોક્સો એક્ટની કલમ 4, 6 મુજબ ગુનો દાખલ કરેલ.
આ અંગેનો કેસ આજે મહુવાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા 15 મૌખિક પુરાવા તથા 26 લેખિત પુરાવા અને સરકારી વકીલ વિજય માંડલિયાની દલીલો ગ્રાહ્ય રાખી સ્પેશિયલ પોક્સો જજ દિવ્યાંગભાઈ ત્રિવેદીએ આરોપી ભાવેશને કસૂરવાર ઠેરવી 376માં 10 વર્ષની સજા અને રૂપિયા 10,000નો દંડ કર્યો હતો જ્યારે આઈપીસી 363માં ત્રણ વર્ષની સજા અને 2000નો દંડ તથા આઈપીસી 366માં પાંચ વર્ષની સજા અને 2000નો દંડ ફટકાર્યો હતો દરેક સજા એક સાથે ભોગવવાનો હુકમ કરાયો હતો