છત્તીસગઢ રાજ્યમાં દારૂ વેચાણમાં કથિત ગેરરીતિઓ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસ અંગે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તપાસ કરી રહી છે. આ મામલે તપાસના ભાગરૂપે આજે શુક્રવારે વહેલી
સવારે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલના નિવાસસ્થાને EDની ટીમે દરોડા પાડ્યા છે.
અહેવાલ મુજબ ભૂપેશ બઘેલના દીકરા ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં આ
દરોડા પાડવામાં આવ્યા છે. તાજેતરમાં મળેલા નવા પુરાવાને આધારે આધારે ED ની ટીમ તાપસ કરી
રહી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તેમના નિવાસસ્થાન પર પડેલા દરોડા અંગે ભૂપેશ બઘેલે પોતે જાણકારી આપી છે. તેમણે સોશિયલ
મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે વિધાનસભા સત્રના છેલ્લા દિવસે EDની ટીમ તેમના
ભિલાઈ નિવાસસ્થા તપાસ કરવા પહોંચી છે. ભૂપેશ બઘેલે લખ્યું કે તમનારમાં અદાણીના પ્રોજેક્ટ માટે
કાપવામાં આવી રહેલા વૃક્ષોનો મુદ્દો તેઓ આજે વિધાનસભા ઉઠાવવા જઈ રહ્યા હતા, એટલા માટે
EDની ટીમને મોકલવામાં આવી છે.