જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. જોકે, આ
દરમિયાન આ વખતે યાત્રાના અનેક અક્સ્મતો થઈ રહ્યા છે. જેમાં આજે વહેલી સવારે ઉધમપુર નજીક
એક રોડ અકસ્માત થયો છે. જેમાં પાંચ અમરનાથ યાત્રીઓને ઈજા પહોંચી છે.
આ રોડ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ઉધમપુરના બટ્ટલ બલ્લીયા નજીક આજે સવારે અમરનાથ
યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુ ભરેલી કારને એક ટ્રકે ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં પાંચ અમરનાથ
યાત્રીઓ ઘાયલ થયા છે. જયારે ઉધમપુર સ્થિત સુરક્ષાના તૈનાત આરપીએફ 137 બટાલીયનના
કરતારસિંહે જણાવ્યું હતું કે આ કારમાં આઠ લોકો સવાર હતા જેમાંથી પાંચ લોકો ઘાયલ થયા છે. તેમને
હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમની હાલત સારી છે.