Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફેમાના નિયમોના ભંગ બદલ મિંત્રા સામે ઇડીનો રૂ.1654 કરોડનો કેસ

મિંત્રાએ રીટેલ વેપારને જથ્થાબંધ બતાવવા વેક્ટર ઇ-કોમર્સ નામની કંપની બનાવ્યાનો આરોપ

dharmendravaghela by dharmendravaghela
2025-07-24 12:08:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ફ્લિપકાર્ટ સમર્થિત ઇ કોમર્સ પ્લેટફોર્મ મિંત્રા, તેની સંબધિત કંપનીઓ અને નિર્દેશકો વિરુદ્ધ ૧૬૫૪ કરોડ રૂપિયાથી વધુના કથિત એફડીઆઇ ભંગ માટે ફેમાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમ ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે.સંઘીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ફરિયાદ તેના બેંગાલુરુ ક્ષેત્રીય કાર્યાલય દ્વારા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ની કલમ ૧૬(૩) હેઠળ દાખલ કરવામાં આવી હતી.
જેમાં વિશ્વસનીય માહિતી મળી હતી કે મિંત્રા ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ જેનું બ્રાન્ડ નામ મિંત્રા છે અને તેની સંબધિત કંપનીઓ હોલસેલ કેશ એન્ડ કેરીની આડમાં મલ્ટી બ્રાન્ડ રીટેલ વેપાર કરી રહી છે. એજન્સીના જણાવ્યા અનુસાર આ કથિત રીતે વર્તમાન પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) દિશાનિર્દેશો અને ફેમાની જોગવાઇઓનો ભંગ છે.ફેશન અને લાઇફ સ્ટાઇલ ઇ કોમર્સ પ્લેટફોર્મ બેંગાલુરુ સ્થિત મિંત્રાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે કંપની દેશના તમામ અમલી કાયદાઓનું પાલન કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે જો કે અમને અધિકારીઓ પાસેથી સંબધિત ફરિયાદ અને સહાયક દસ્તાવેજોની નકલ મળી નથી આમ છતાં અમે કોઇ પણ સમયે તેમને સહકાર આપવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ. ઇડીએ જણાવ્યું હતું કે મિંત્રા ડિઝાઇન પ્રાઇવેટ લિમિટેડે જાહેરાત કરી હતી કે તે હોલસેલ કેશ એન્ડ કેરી બિઝનેસ કરે છે અને તેણે વિદેશી રોકાણકારો પાસેથી ૧૬૫૪ કરોડ રૂપિયાનું એફડીઆઇ આમંત્રિત કરી પ્રાપ્ત કર્યુ હતું. એજન્સી અનુસાર કંપનીએ પોતાનો મોટા ભાગનો માલ વેક્ટર ઇ કોમર્સ પ્રાઇવેટ લિમિટેડને વેચ્યો હતો જે અંતિમ ગ્રાહકને રીટેલ સ્વરૂપમાં માલ વેચતી હતી.

Tags: edindiamyntra fema case
Previous Post

કંબોડિયામાં ડિજિટલ અરેસ્ટ કરનારા 105 ભારતીય સહિત 3075ની ધરપકડ

Next Post

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ ભારત સાથે શાંતિ મંત્રણા માટે તૈયાર

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ ભારત સાથે શાંતિ મંત્રણા માટે તૈયાર

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ ભારત સાથે શાંતિ મંત્રણા માટે તૈયાર

સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા

સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.