દેશના પૂર્વોત્તર રાજ્ય મણીપુરમાં સતત થાળે પડેલી સ્થિતિના પગલે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય
લીધો છે. જેમાં મણીપુરમાં લાગુ રાષ્ટ્રપતિ શાસનને વધુ છ માસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મણીપુરમાં ફાટી નીકળેલી જાતીય હિંસા બાદ કેન્દ્ર સરકારે 13 ફેબ્રઆરી 2025ના રોજ રાષ્ટ્રપતિ શાસન
લાગુ કર્યું હતું. જેને હવે 13 ઓગસ્ટ 2025થી વધુ છ મહિના લંબાવવામાં આવશે. આ અંગે કેન્દ્રીય ગૃહ
મંત્રી અમિત શાહ સંસદમાં પ્રસ્તાવ રજુ કરશે.
મણીપુરમાં લાગુ રાષ્ટ્રપતિ શાસનને વધુ છ માસ લંબાવવામાં રાજયસભામાં એક નોટીસ જાહેર કરવામાં
આવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા આ પ્રસ્તાવને સ્વીકાર કરવા જણાવવામાં
આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ ગૃહ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના અનુચ્છેદ 356 હેઠળ મણીપુર
અંગે 13 ફેબ્રઆરી 2025ના રોજ જાહેર કરવામાં આવેલી સુચનાને 3 ઓગસ્ટ 2025થી વધુ છ માસ સુધી
લંબાવવા સુધી લાગુ રાખવા અનુમોદન કરે છે.મણીપુરમાં હાલ સ્થિતિ ધીરે ધીરે કાબુમાં આવી રહી છે.
પરંતુ હજુ સ્થિતિ સંપૂર્ણ કાબુમાં નથી.મણીપુરના સીએમ એન. બીરેન સિંહે રાજીનામું આપ્યાબાદ કેન્દ્ર
સરકારે 13 ફેબ્રુઆરી 2025ના રોજથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે. તેમજ રાજ્ય વિધાનસભાનો
કાર્યકાળ વર્ષ 2027 સુધીનો હતો. જેને હાલ સ્થગિત કરવામાં આવી છે.