સ્ટેટ ઈમજન્સી ઓપરેશન સેન્ટરના દ્વારા જાહેર કરાયેલા વરસાદી આંકડા પ્રમાણે રાજ્યના193 તાલુકામાં
નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં ખેડાના નડિયાદમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. નડિયાદમાં
24 કલાકમાં 10.43 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10.30 ઈંચ
વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ખેડાના મેમદાબાદમાં 9.37, માતરમાં 8 ઈંચ, મહુઘામાં 7 ઈંચ,
વાસોમાં 6.22 ઈંચ, કથલાલમાં 5.31 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે બીજી બાજુ મુંબઈ શહેરમાં 6.80
મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં પૂર્વીય ઉપનગરોમાં 11.53 મીમી વરસાદ જ્યારે પશ્ચિમી વિસ્તારમાં
7.42મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આજે સવારે 6 વાગ્યથી 8 વાગ્ય સુધીમાં 87 તાલુકામાં
મેઘરાજાએ હાજરી પુરાવી હતી.