સંસદમાં ચોમાસુ સત્ર એક સપ્તાહ બાદ પણ શરૂ થઈ ચૂક્યું નથી. વિપક્ષના અનેક મુદ્દાઓ પર હોબાળાના પગલે આજે લોકસભા અને રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચાઓ થવાની હતી. પરંતુ ચર્ચા શરૂ થાય તે પહેલાં જ વિપક્ષ દ્વારા વોટર લિસ્ટ રિવિઝન મુદ્દે હોબાળો શરૂ કરવામાં આવ્યો હતો. જેના લીધે બંને સદનની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.12 વાગ્યે ફરી ચર્ચા શરૂ થાય તે પહેલાં વિપક્ષ વેલમાં આવીને હોબાળો કરી રહ્યુ હતું. જેથી સ્પીકર ઓમ બિરલાએ ત્રણ વખત વિપક્ષના સાંસદોને પૂછ્યું કે, તમે ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માગો છો કે નહીં, જો હા તો પોતાના સ્થાને પાછા જતાં રહો. પરંતુ વિપક્ષનો હોબાળો ચાલુ જ રહેતાં કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
સંસદના ચોમાસુ સત્રના છઠ્ઠા દિવસે, સોમવારે લોકસભામાં પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર 16 કલાક લાંબી સતત ચર્ચા થશે. PM મોદી સંસદ પહોંચ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથસિંહ ચર્ચાની શરૂઆત કરશે. ગૃહ મંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી જયશંકર પણ વિપક્ષના પ્રશ્નોના જવાબ આપવાના હતા વિપક્ષ વતી, અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સપા વડા અખિલેશ યાદવ અને અન્ય સાંસદો સરકારને સવાલ પૂછશે. શાસક અને વિરોધ પક્ષ ઓપરેશન સિંદૂર પર 16-16 કલાકની ચર્ચા કરવા તૈયાર થયુ હતું. જેની ચર્ચા આજે શરૂ થવાની હતી. શુક્રવારે બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં 28 જુલાઈથી સદનના નિયમિત સંચાલન પર તમામ પક્ષોના ફ્લોર લીડર્સ પાસેથી સહમતિ લેવામાં આવી હતી. પરંતુ આજે કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ બિહારમાં વોટર લિસ્ટ રિવિઝન મુદ્દે હોબાળો શરૂ થયો હતો. જેના લીધે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સદનની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી હતી.12 વાગ્યા બાદ પણ પરિસ્થિતિ જૈસે થૈ રહેતાં કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે, કોંગ્રેસે ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા દરમિયાન પોતાના તમામ લોકસભા સાંસદો માટે ત્રણ લાઈનના વ્હિપ જાહેર કર્યા હતાં. જેમાં તમામને આગામી ત્રણ દિવસ સુધી સદનમાં હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યા હતાં.