ઝારખંડના દેવઘરમાં આજે મંગળવારે એક મોટો અકસ્માત થયો.જેમાં બસ અને ટ્રક વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં 18 કાવડિયાઓના થયા અને 20થી વધુ ઘાયલ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાંજ સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
આ ઘટના દેવઘર-બાસુકીનાથ મુખ્ય માર્ગ પર મોહનપુર પોલીસ સ્ટેશન હેઠળના જમુનિયા ચોક પાસે બની હતી. સવારે લગભગ 5-30 વાગ્યે, બિહારથી કાવડીઓ લઈ જતી બસ એક ટ્રક સાથે સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બસના ટુકડા થઈ ગયા હતા. ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો હતો.સ્થાનિક લોકો અને પોલીસે બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 18 કાવડિયાઓના મોત થયા છે અને 20થી વધુ ઘાયલ થયા છે. ઘાયલોને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકો અને ઘાયલ થયેલા બધા કાવડિયા બિહારના બેતિયા અને ગયાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.આ દિવસોમાં શ્રાવણી મેળાને કારણે ઝારખંડના પ્રખ્યાત બાબા વૈદ્યનાથ ધામમાં દરરોજ લાખો ભક્તો દર્શન કરી રહ્યા છે. ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને દેશ-વિદેશથી શ્રાવણ મહિનામાં ભક્તો બાબાની પૂજા કરવા આવે છે. દેવઘરમાં આવતા મોટાભાગના ભક્તો બાસુકીનાથના દર્શન પણ કરે છે. આ કારણે રસ્તામાં ઘણી ભીડ હોય છે.