સંસદમાં અત્યારે ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેથી કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓ સરકારને સવાર કરી
રહ્યાં છે. આ દરમિયાન બાંગ્લાદેશના વિવાદિત નકશા મુદ્દે પણ સંસદમાં સવાલો કરવામાં આવ્યાં હતા.
બાંગ્લાદેશના એ વિવાદિત નકશામાં ભારતના સાત રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા,
બિહાર, ઝારખંડ અને ઓડિશાના કેટલા ભાગોને પોતાના ગણાવ્યાં છે. ભારતના ભાગને બાંગ્લાદેશ
પોતાનો વિસ્તાર ગણાવે છે તો પછી આ મામલે સરકાર શા માટે કોઈ જવાબ નથી આપતી? તેવો
કોંગ્રેસ સવાલ કર્યો હતો.
સંસદમાં કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ રાજ્યસભામાં સરકારને પ્રશ્ન કર્યો હતો. સુરજેવાલાએ
કહ્યું કે, ‘આ મુદ્દે સરકાર શું કરી રહી છે’. કોંગ્રેસે કરેલા સવાલ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે લેખિત
જવાબ આપ્યો હતો. એસ જયશંકરે જવાબ આપતા કહ્યું કે, ‘અમે આ મામલા પર નજીકથી નજર રાખી
રહ્યા છીએ. સરકાર આવા પ્રચારનો સામનો કરવા માટે સંપૂર્ણરીતે તૈયાર છે’. ઢાકા યુનિવર્સિટીમાં 14મી
એપ્રિલે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમાં આ વિવાદિત નકશો પ્રદર્શિત કરવામાં આવ્યો
હતો. આમા આરોપ એવો પણ છે કે, ગ્રેટર બાંગ્લાદેશનો નકશો ઢાકામાં હાજર ઇસ્લામિક જૂથ
‘સુલ્તાનત-એ-બાંગ્લા’ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. વિપક્ષને જવાબ આપતા વિદેશ મંત્રી એસ
જયશંકરે કહ્યું કે, ઢાકામાં ‘સલ્તનત-એ-બાંગ્લા’ નામના ઇસ્લામિક જૂથે ‘ગ્રેટર બાંગ્લાદેશ’નો નકશો બહાર
પાડ્યો છે જેમાં ભારતના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો તેવા અહેવાલોની સરકારે નોંધ
લીધી છે. જો કે, વિવાદ બાદ તે પોસ્ટને હટાવી દેવામાં આવી હતી.