મધ્યપ્રદેશના સિવનીમાં એનએચ 44માં ચોરગરઠિયા ગામમાં ગુરૂવારે રાત્રે લગભગ 11 વાગ્યે ભયાનક
અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉત્તર પ્રદેશના બનારસથી મહારાષ્ટ્રના અકોલા પરત ફરી રહેલા
કાવડિયાઓને ડમ્પરે કચડી નાંખ્યા હતા, જેમાં ઘટનાસ્થળે બે લોકોના મોત નિપજ્યા હતા અને 9 લોકો
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હાલ, તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના 30-35 કાવડિયા બનારસથી પાણી લઈને પરત ફરી રહ્યા હતા. આ
દરમિયાન NH 44 પર સેન્ટર પોઇન્ટ હોટલની સામે થયો હતો અકસ્માત સર્જાયો હતો. ગુરૂવારે (7
ઓગસ્ટ) રાત્રે 10 વાગ્યે રાત્રિભોજન કર્યા પછી કાવડિયઓ મહારાષ્ટ્ર તરફ આગળ વધવા લાગ્યા કે
તરત જ એક ઝડપી ડમ્પરે કાવડિયાઓની પાછળ દોડતા ટ્રેક્ટરને ટક્કર મારી, ડમ્પર સાથે અથડાયા
બાદ ટ્રેક્ટર કાવડિયો પર આવીને પડ્યું. જેમાં 2 ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા અને 9 ઈજાગ્રસ્ત થયા.
ઈજાગ્રસ્ત કાવડિયાઓને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા જ્યાં બે લોકોના મોત થયા. 9
ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે, જેમાંથી ત્રણની સ્થિતિ ગંભીર છે.ઘટનાની માહિતી મળતાની સાથે
જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ પહોંચી હતી.