સેનાના જવાનોએ ગઈ કાલે કાશ્મીરમાં ઉરી (બારામુલ્લા) સેક્ટરમાં લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) પર
આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીનો થઈ રહેલો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા દળોએ બે ઘૂસણખોર
આતંકવાદીઓને ઠાર કર્યા હતા. છેલ્લા ૧૫ દિવસમાં ઉરી સેક્ટરમાં આ બીજો ઘૂસણખોરીનો પ્રયાસ છે.
આ ઘટના બાદ સેનાના જવાનોએ ઉરી સેક્ટરના વિવિધ વિસ્તારોમાં LoC પર મોટા પાયે સર્ચ
ઑપરેશન શરૂ કર્યું છે. આ વિસ્તારોમાં રહેતા લોકોને સૂચના આપવામાં આવી છે કે જો તેઓ તેમના
વિસ્તારમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા શંકાસ્પદ વ્યક્તિને જુએ તો તેઓ તાત્કાલિક નજીકની
સુરક્ષાચોકીને જાણ કરે.