રોજગાર ઊભા કરવામાં પ્રાઈવેટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, પરંતુ
ચિંતાજનક સમાચાર એ છે દેશમાં છેલ્લા ચાર મહિનામાં સપ્ટેમ્બર મહિનાનો મેન્યુફેક્ચરિંગ રેટ તળિયે
બેસી ગયો છે. HSBC પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) અનુસાર સપ્ટેમ્બરમાં દેશના પ્રાઈવેટ
સેક્ટરના મેન્યુફેક્ચરિંગમાં ઘટાડો થયો હતો. ડેટા દર્શાવે છે કે છેલ્લા ચાર મહિનામાં સૌથી નીચા સ્તરે
પહોંચી ગયો છે. HSBC પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) અનુસાર, સપ્ટેમ્બરમાં આ આંકડો 59.3
થી ઘટીને 57.7 થયો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર યુએસ ટેરિફ નીતિની સીધી અસર આ સેક્ટર
પર પડી છે. નવા ઓર્ડર, આઉટપુટ અને ઇનપુટ ખરીદીની ધીમી પડી છે, જેની અસર ઉત્પાદન ક્ષેત્ર પર
પડી છે. આ અહેવાલમાં વધારે ચિંતાજનક વાત એ છે કે નવા રોજગાર સર્જાઈ રહ્યા નથી. સર્વે અનુસાર
ત્યાર સુધીમાં વિકાસનો દર સૌથી ઓછો રહ્યો છે, જેનો સીધો અર્થ એ છે કે બજારમાં કોઈ નવી
રોજગારીની તકો નહીં ઊભી થઈ રહી નથી.
પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ દેશના પ્રાઈવેટ મેન્યુફેક્ચિંગ સેક્ટરની માસિક પ્રવૃત્તિ અંગે માહિતી આપે છે.
જો પીએમઆઈનો આંકડો 50થી ઉપર હોય તો તે સેક્ટરનો ગ્રોથ દેખાડેછે, પરંતુ નીચે હોય તો તે
નિરાશાજનક માનવામાં આવે છે. સપ્ટેમ્બર મહિનામાં આ ઈન્ડેક્સ 57.7 રહ્યો છે. જે સારો હોવા છતા
નેગેટીવ છે કારણ કે આગળના મહિનાઓની સરખામણીમાં તે ઓછો છે, તેમ નિષ્ણાતો જણાવે છે.