શુક્રવારે ઈન્ડિગોની ફ્લાઇટ 6E-7253માં ઉડાન દરમિયાન કૉકપિટ એટલે ફ્રન્ટ ગ્લાસમાં તિરાડ પડી હતી. ત્યારે ફ્લાઇટમાં કુલ 76 મુસાફરો સવાર હતા.અને તમામના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા,
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 76 મુસાફરોની સાથે રાત્રે 11:12 વાગ્યે લેન્ડિંગના સમયે પાયલોટને જાણ થઈ કે, વિમાનનો ગ્લાસ તૂટેલો છે. ત્યારબાદ પાયલોટે એટીસીને આ વિશે જાણકારી આપી અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. ત્યારબાદ તમામ મુસાફરોને સુરક્ષિત ઉતારવામાં આવ્યા અને વિમાનને નંબર 95માં મોકલવામાં આવ્યા. અને કાચ બદલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.અહીં સવાલ એ થઈ રહ્યો છે કે, પહેલાની તપાસમાં આવી મોટી ચૂક કેવી રીતે થઈ? કે પછી અત્યાધુનિક વિમાનોની ગુણવત્તા જ એ છે કે, હવામાં ઉડતા સમયે તેના પાર્ટ્સ તૂટવા લાગે છે. શું આપણી એરલાઇન્સ મુસાફરોની સુરક્ષાને ગંભીરતા લે છે કે બધું ‘ચાલ્યા કરે’ એવી માનસિકતાનું પરિણામ છે. મુસાફરોને તો ખબર પણ નહીં હોય કે, તેઓ ‘ફૉલ્ટી’ વિમાનમાં બેસીને ઉડી રહ્યા હતા. એરલાઇન કંપનીઓ હંમેશા કહે છે કે, મુસાફરોની સુરક્ષા તેમની પહેલી પ્રાથમિકતા છે. પરંતુ, હકીકતમાં તેઓ ફક્ત ટિકિટ વેચવા અને વધુમાં વધુ ઉડાન ભરવામાં વ્યસ્ત રહે છે.