પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ભોંયરામાં એક શકિતશાળી વિસ્ફોટ થયો હતો જેમાં 12 લોકો ઘાયલ થયા.
આ અંગે મળેલા અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટની કેન્ટીનમાં ગેસ સિલિન્ડર ફાટવાથી વિસ્ફોટ થયો હતો. આ
વિસ્ફોટના લીધે આખી ઈમારત હચમચી ગઈ હતી.આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કોર્ટ સંકુલના
નીચેના માળે જોરદાર ઘડાકો સંભળાયો હતો. આ વિસ્ફોટ બાદ સમગ્ર સંકુલમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
તેમજ વિસ્ફોટ બાદ વકીલો અને કોર્ટ સ્ટાફને ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.





