Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાશ્મીરી ડોક્ટરના ઘરેથી 300 કિલો RDX જપ્ત

ગુજરાત બાદ ફરીદાબાદમાં ડોક્ટરોનું આતંકી કનેક્શન! ડોક્ટરનાં રૂમમાંથી 300kg RDX, AK-47, દારૂગોળો, કેમિકલ જપ્ત

dharmendravaghela by dharmendravaghela
2025-11-10 11:50:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં આતંકી ઘટનાઓને અંજામ આપવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાંથી ગુજરાત

Advertisement

એટીએસે આતંકવાદી પ્રવૃતિ સાથે જોડાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારે જમ્મુ અને કાશ્મીર

પોલીસે ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરે દરોડો પાડ્યો હતો અને 300 કિલોગ્રામ RDX, એક AK-47

અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો હોવાના અહેવાલ છે.
ગઇકાલે ગુજરાત ATSએ એક ડોક્ટર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી, જેઓ રાસાયણિક ઝેરી

હુમલાની યોજના બનાવી રહ્યા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર પોલીસે થોડા દિવસો

પહેલા ફરીદાબાદ જિલ્લામાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન એક કાશ્મીરી ડોક્ટરની અટકાયત કરવામાં

આવી હતી. તેનું નામ મુજાહિલ શકીલ હોવાનું કહેવાય છે. રવિવારે જમ્મુ પોલીસે ડોક્ટરની માહિતી

પરથી 300 કિલોગ્રામ આરડીએક્સ, એકે-47 રાઈફલ, 84 કારતૂસ અને પાંચ લિટર કેમિકલ જપ્ત કર્યા

હતા. જપ્ત કરાયેલા સામાનની સંખ્યા 48 હોવાનું કહેવાય છે. પોલીસ આ મામલે આજે સોમવારે

ખુલાસો કરી શકે છે.
ગુપ્તચર બ્યુરોની ટીમ પણ આ મામલાની તપાસમાં લાગેલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરોડા બાદ

જમ્મુ અને કાશ્મીર પોલીસે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. જોકે, સ્થાનિક પોલીસે આની પુષ્ટિ કરી

નથી. સૂત્રોનું કહેવું છે કે રવિવારે સવારે 10-12 પોલીસની ગાડીઓ એક રૂમની સામે પહોંચી હતી. આ

દરમિયાન ડોક્ટર પોલીસની અટકાયતમાં હતો. તેની માહિતી પરથી પોલીસે અહીંથી 14 બેગ જપ્ત કરી

હતી, જે જોતાંવેંત જ દેખાવમાં ખૂબ ભારે લાગી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોક્ટરે લગભગ

ત્રણ મહિના પહેલા આ રૂમ ભાડે લીધો હતો. ડોક્ટરે રૂમના માલિકને જણાવ્યું હતું કે આ રૂમમાં ફક્ત તેનો

સામાન રહેશે. બીજી તરફ, પોલીસ પ્રવક્તાએ આ પ્રકારની કોઈપણ ધરપકડ કે હથિયારોની જપ્તી

થવાનો ઇનકાર કર્યો છે.

Tags: 300 kg rdxfaridabadj&k police
Previous Post

ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ભાવનગરના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરાઈ

Next Post

રાજ્યમાં ઠંડીનો ધ્રુજારો, નલિયા 14 ડિગ્રી સાથે ઠંડુગાર

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
રાજ્યમાં ઠંડીનો ધ્રુજારો, નલિયા 14 ડિગ્રી સાથે ઠંડુગાર

રાજ્યમાં ઠંડીનો ધ્રુજારો, નલિયા 14 ડિગ્રી સાથે ઠંડુગાર

મકાનની છત ધરાશાયી થતા એક જ પરિવારના 5 સભ્યો દટાયા

મકાનની છત ધરાશાયી થતા એક જ પરિવારના 5 સભ્યો દટાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.