યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટ્સે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 30 ભારતીયોની ધરપકડ કરી છે. આ બધા ભારતીયો કોમર્શિયલ ડ્રાઇવરના લાઇસન્સ પર સેમી ટ્રક ચલાવતા હતા. કેલિફોર્નિયામાં બોર્ડર પેટ્રોલ એજન્ટ્સે કોમર્શિયલ ડ્રાઇવર લાઇસન્સ સાથેના કુલ 49 ગેરકાયદે વસાહતીની ધરપકડ કરી હતી. વાહનને ઇમિગ્રેશન ચેકપોઇન્ટ પર તેમની ધરપકડ કરાઈ હતી.
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન (સીબીપી)એ જણાવ્યું હતું કે ઇન્ટરએજન્સી ઓપરેશન દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી 23 નવેમ્બરથી 12 ડિસેમ્બર દરમિયાન એજન્ટ્સે કુલ 42ગેરકાયદે વસાહતીની ધરપકડ કરી હતી. આ ઇમિગ્રન્ટ્સ કોમર્શિયલ ડ્રાઇવરના લાઇસન્સ પર સેમી ટ્રક ચલાવતા હતા અને ઇન્ટરસ્ટેટ મુસાફરી કરતા હતા. આમ અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો સામે ટ્રમ્પ તંત્રની તવાઈ જારી છે. ટ્રમ્પ તંત્રએ અત્યાર સુધીમાં લગભગ સવા છ લાખ જેટલા ગેરકાયદે ભારતીયોને હાંકી કાઢ્યા હોવાનું મનાય છે.
પકડાયેલા 49માંથી 30 ભારતના હતા અને બે અલ સાલ્વાડોરના હતા અને બાકીનામાં ચીન, એરિટ્રિયા, હૈતી, હોન્ડુરાસ, મેક્સિકો, રશિયા, સોમાલિયા, ટર્કી અને યુક્રેનના હતા. કેલિફોર્નિયાએ 31 કોમર્શિયલ ડ્રાઇવર લાઇસન્સ જારી કર્યા હતા. તેમા આઠ લાઇસન્સ ફ્લોરિડા, ઇલિનોઇસ, ઇન્ડિયાના, ઓહયો, મેરીલેન્ડ, મિન્નેસોટા, ન્યૂજર્સી, ન્યૂયોર્ક, પેન્સિલ્વેનિયા અને વોશિંગ્ટન દ્વારા જારી કરવામાં આવ્યા હોવાનું એજન્સીએ જણાવ્યું હતું.
યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સે અ હોમલેન્ડ સિક્યોરિટીની સાથે મળીને કેલિફોર્નિયામાં ઓન્ટારિયા અને ફોન્ટાના ખાતે સંયુક્ત રીતે મોટાપાયા પર હાથ ધરેલા બે દિવસનું ઓપરેશન 10 અને 11 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ બે દિવસમાં કુલ પાંચ ભારતીય અને બે તાજિકિસ્તાનના રહેવાસી પકડાયા હતા. કેલિફોર્નિયામાં ગેરકાયદે વસાહતીઓએ કરેલા ગંભીર ટ્રક અકસ્માતોના પગલે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકામાં થયેલા હાઇવે એક્સિડન્ટમાં ટ્રક ચલાવતા ગેરકાયદે ભારતીય વસાહતીઓની સંખ્યા મોટાપાયા પર જોવા મળી છે.



