ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. એક બસ ખાડામાં પડી ગઈ હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. અનેક મુસાફરો ઘાયલ થયાના અહેવાલ છે. પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આકસ્મતની આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ભીકિયાસૈન વિસ્તારના શિલાપાનીમાં એક બસ અકસ્માતનો ભોગ બની છે. બસ ખાડામાં પડી ગઈ છે. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયાના અહેવાલ છે. બસ લગભગ 12 મુસાફરો સવાર હોવાનું જાણવા મળે છે.
ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર અને રાહત ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થળાંતર અને તબીબી સહાય ચાલુ છે. મૃતકો અને ઘાયલોની સંખ્યાની સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.



