Tuesday, April 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં આતંકી હુમલાનું કાવતરું : ISIS નો આતંકી ઝડપાયો

ઇસ્લામિક સ્ટેટ પ્રેરિત આતંકી હુમલાની યોજના ઘડનાર ૧૮ વર્ષીય આરોપીની ધરપકડ : સગીર વયથી જ આતંકી સંગઠનથી હતો પ્રભાવિત અને જેહાદના નામે હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હતો

dharmendravaghela by dharmendravaghela
2026-01-03 12:09:44
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ વચ્ચે અમેરિકામાં એક ભયાનક આતંકવાદી હુમલો થતા રહી ગયો છે. અમેરિકી સુરક્ષા એજન્સીઓએ સમયસૂચકતા વાપરીને ઉત્તરી કેરોલિનામાં એક મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. ઇસ્લામિક સ્ટેટ પ્રેરિત આ હુમલાની યોજના ઘડનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સફળતા બાદ અમેરિકી ન્યાય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી છે.

મીડિયા એજન્સીના અહેવાલ મુજબ, ફેડરલ એજન્ટોએ બુધવારે એક 18 વર્ષીય ક્રિશ્ચિયન સ્ટર્ડિવન્ટ નામના યુવાનની અટકાયત કરી હતી. એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલે શુક્રવારે સોશિયલ મીડિયા પર આ બાબતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, તપાસ એજન્સીઓએ નવા વર્ષની આગલી રાતે નિર્દોષ લોકો પર થનારા સંભવિત હુમલાને અટકાવી દીધો છે. આ મામલે એફબીઆઈ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજી વધુ ચોંકાવનારી વિગતો જાહેર કરી શકે છે.

આ ઓપરેશનમાં એફબીઆઈ એજન્ટોએ ખૂબ જ સતર્કતાથી કામ લીધું હતું. તપાસ એજન્ટોએ આઈએસઆઈએસ ના સભ્યો હોવાનો ઢોંગ કરીને સ્ટર્ડિવન્ટનો સંપર્ક કર્યો હતો. આરોપી તેમની જાળમાં ફસાઈ ગયો અને તેણે ઇસ્લામિક સ્ટેટ જૂથ પ્રત્યે પોતાની વફાદારી જાહેર કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે તે જલ્દી જ ‘જેહાદ’ ના નામે હિંસા કરવાની તૈયારીમાં હતો અને તેણે પોતાની ઓળખ સંગઠનના સૈનિક તરીકે આપી હતી.

ચોંકાવનારી વાત એ છે કે સ્ટર્ડિવન્ટ પહેલેથી જ એજન્સીઓના રડાર પર હતો. જ્યારે તે સગીર હતો ત્યારે તે સોશિયલ મીડિયા દ્વારા ઇસ્લામિક સ્ટેટના અજાણ્યા સભ્યોના સંપર્કમાં આવ્યો હતો. તે સમયે કોઈ કડક કાર્યવાહી કરવાને બદલે તેને મનોવૈજ્ઞાનિક સારવાર આપવામાં આવી હતી. જોકે, તેની ઓનલાઈન ગતિવિધિઓ ફરી શંકાસ્પદ જણાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી. હાલમાં તેને ૭ જાન્યુઆરી સુધી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

Tags: isis terrorist arrestnorth carolinaUSA
Previous Post

નેપાળમાં વિમાન રનવે પરથી નીચે ઉતરી જતા પ્રવાસીઓના શ્વાસ થંભી ગયા

Next Post

માઘ મેળાના પ્રથમ દિવસે જ સંગમમાં ઉમટ્યું આસ્થાનું ઘોડાપૂર

dharmendravaghela

dharmendravaghela

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

April 13, 2026
તાજા સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

April 13, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

April 13, 2026
Next Post
માઘ મેળાના પ્રથમ દિવસે જ સંગમમાં ઉમટ્યું આસ્થાનું ઘોડાપૂર

માઘ મેળાના પ્રથમ દિવસે જ સંગમમાં ઉમટ્યું આસ્થાનું ઘોડાપૂર

કેન્દ્ર સરકારે એક્સને Grok AIમાંથી અશ્લીલ સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો

કેન્દ્ર સરકારે એક્સને Grok AIમાંથી અશ્લીલ સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.