ઉત્તરાખંડમાં પણ ગંભીર અકસ્માત થતાં એક ડમ્પરે ગંગાજળ લઈને જઈ રહેલા 8 કાવડિયાઓને કચડી નાખ્યા હતા અને તેમાંથી 6ના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે આ ઘટનામાં અન્ય લોકો ઘાયલ થયા હતા અને તેઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.મૃતકો ગંગા જળ લઈને હરિદ્વારથી ગ્વાલિયર જઈ રહ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ તમામ લોકો ગંગાજલ લઈને હરિદ્વારથી ગ્વાલિયર જઈ રહ્યા હતા અને પોલીસને આ ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બે લોકોને સારવાર માટે આગ્રા મોકલવામાં આવ્યા છે અને જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.બીજી તરફ ઘટનાની જાણ થતાં જ એડીજી આગ્રા ઝોન અને આઈજી અલીગઢ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો બાંગી ખુર્દ પોલીસ સ્ટેશન, ઉટિલા જિલ્લા, ગ્વાલિયર, મધ્યપ્રદેશના રહેવાસી છે.
પોલીસે કહ્યું છે કે આ ઘટનામાં 6લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે તમામ લોકો ગ્વાલિયરના રહેવાસી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે એક મૃતકની ઓળખ થઈ નથી.