Thursday, May 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગોંડલ-આટકોટ રોડ પર કાર અકસ્માતની ઘટનામાં ત્રણનાં મોત

આઠ ફૂટની ઊંચાઇથી પુલ નીચે કાર ખાબકતાં ભીષણ આગ લાગી, કારમાં સવાર એક બાળક સહિત ત્રણ લોકો જીવતા ભુંજાયા

dharmendravaghela by dharmendravaghela
2026-01-30 11:20:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગોંડલ-આટકોટ હાઈવે પર આજે વહેલી સવારે એક કાળજું કંપાવી દે તેવી ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર 8 ફૂટની ઊંચાઇથી પુલ નીચે ખાબકતાં તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક બાળક સહિત ત્રણ લોકોને બહાર નીકળવાનો મોકો મળે તે પહેલાં જ તેઓ જીવતા ભુંજાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સાણથલી 108 એમ્બ્યુલન્સમાં વહેલી સવારે કોલ આવ્યો હતો. જે મુજબ, એક હ્યુન્ડાઈ ‘ઓરા’ કાર પૂરઝડપે જઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર રોડ પરથી નીચે ઉતરી જઈ પુલ નીચે ઊંધી ખાબકી હતી. કાર ઊંધી પડતા જ તેમાં શોર્ટ સર્કિટ અથવા ઈંધણ લીકેજને કારણે ભયાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે અંદર સવાર મુસાફરોને બારણું ખોલવાની પણ તક મળી ન હતી. વહેલી સવારે સર્જાયેલા આ અકસ્માત પાછળ અનેક કારણોની ચર્ચા થઈ રહી છે. વહેલી સવારે હાઈવે પર છવાયેલા ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોઈ શકે છે. ચાલકને ઊંઘનું ઝોકું આવી જતાં કાર પુલ નીચે ઉતરી ગઈ હોવાની પણ શક્યતા છે.

હાલમાં પોલીસે અકસ્માત સ્થળે પંચનામું કરી મૃતકોની ઓળખ વિધિ માટેની પ્રક્રિયા હાથ ધરી છે. કારના નંબર અને એન્જિન નંબરના આધારે માલિકની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. આ ઘટનાને પગલે ગોંડલ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Tags: accidentgondalRajkot
Previous Post

Jeux mobiles à faible consommation : comment les tournois en ligne s’adaptent pour prolonger la batterie des joueurs

Next Post

પાકિસ્તાનના કોઈપણ પ્રાંતમાં આતંકી હુમલાની શક્યતા

dharmendravaghela

dharmendravaghela

Related News

ફિલિપાઇન્સ સંસદ ભવન બહાર ફાયરિંગની ઘટનાથી મચી નાસભાગ
આંતરરાષ્ટ્રીય

ફિલિપાઇન્સ સંસદ ભવન બહાર ફાયરિંગની ઘટનાથી મચી નાસભાગ

May 14, 2026
ચીનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક
આંતરરાષ્ટ્રીય

ચીનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક

May 14, 2026
દિલ્હીમાં ખાનગી બસમાં મહિલા સાથે ‘ નિર્ભયા ‘ જેવી ઘટના : સામૂહિક દુષ્કર્મ
તાજા સમાચાર

દિલ્હીમાં ખાનગી બસમાં મહિલા સાથે ‘ નિર્ભયા ‘ જેવી ઘટના : સામૂહિક દુષ્કર્મ

May 14, 2026
Next Post

પાકિસ્તાનના કોઈપણ પ્રાંતમાં આતંકી હુમલાની શક્યતા

યુરોપિયન યુનિયને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.