Thursday, February 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પરમાણુ કરાર વાટાઘાટો નિષ્ફળ જશે તો ઈરાન સામે યુદ્ધ નક્કી

અમેરિકાનું શનિવાર સુધીનું અલ્ટિમેટમ છતાં અમેરિકાની રેડ લાઇન શરતો માનવા ઈરાન અસહમત : અમેરિકાએ યુદ્ધ સંબંધી કવાયત શરૂ કરી

dharmendravaghela by dharmendravaghela
2026-02-19 11:40:38
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરારને લઈને ચાલી રહેલી ખેંચતાણ હવે યુદ્ધની અણી પર પહોંચી

ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જો જીનીવામાં ચાલી રહેલી વાતચીત નિષ્ફળ જશે તો અમેરિકા આગામી 3

દિવસમાં ઈરાન પર મોટી સૈન્ય કાર્યવાહી કરી શકે છે તેવી આશંકા સેવાઈ રહી છે.

અમેરિકન અખબારોએ પ્રસિદ્ધ કરેલા અહેવાલો અનુસાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ મંત્રણાના

પરિણામની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેમણે સેનાને એલર્ટ મોડ પર રાખી છે. ટોચના સુરક્ષા

અધિકારીઓએ ટ્રમ્પને જાણ કરી છે કે સેના શનિવાર સુધીમાં કોઈપણ હુમલા માટે સજ્જ છે. આ

દરમિયાન, પેન્ટાગોને સાવચેતીના ભાગરૂપે મધ્ય પૂર્વમાંથી પોતાના બિનજરૂરી કર્મચારીઓને બહાર

કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેથી ઈરાનના સંભવિત જવાબી હુમલાથી બચી શકાય.

અમેરિકાના સંભવિત હુમલાને જોતા ઈરાને પોતાની સંરક્ષણ કવચ મજબૂત કરી દીધું છે. ઈરાને ‘મોઝેક

ડિફેન્સ’ વ્યૂહરચના હેઠળ પોતાની કમાન સિસ્ટમ ગોઠવી છે. પરમાણુ સ્થાનોની આસપાસ સુરક્ષા અભેદ્ય

બનાવવામાં આવી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સની નેવલ યુનિટ્સ તૈનાત

કરવામાં આવી છે. રશિયાનું એક યુદ્ધજહાજ પણ ઈરાની સમુદ્રમાં ચાલી રહેલા યુદ્ધાભ્યાસમાં સામેલ થયું

છે, જે ટ્રમ્પ વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય છે.

મંગળવારે જેરેડ કુશનર અને ઈરાનના વિદેશ મંત્રી વચ્ચે ત્રણ કલાકની મુલાકાત થઈ હતી. જોકે

વાતચીત સકારાત્મક રહી હોવાનો દાવો છે, પરંતુ અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન

હજુ પણ ટ્રમ્પ દ્વારા નક્કી કરાયેલી ‘રેડ લાઈન્સ’ સ્વીકારવા તૈયાર નથી. ઈઝરાયેલના પૂર્વ ગુપ્તચર વડા

અમોસ યાદલિને પણ સંકેત આપ્યો છે કે બંને દેશો સીધા સંઘર્ષની ખૂબ નજીક છે. હવે આખું વિશ્વ

શનિવાર સુધીની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. જો રાજદ્વારી રસ્તો નહીં નીકળે, તો મધ્ય પૂર્વમાં

ભયાનક યુદ્ધ ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે.

Tags: IranulltimatamUSA
Previous Post

લોકતાંત્રિક વ્યવસ્થામાં ભાઈ-ભત્રીજાવાદ અને સ્વાર્થવૃત્તિ એ ઘોર અપરાધ : સુપ્રીમ કોર્ટ

Next Post

ભારત અને ફ્રાન્સ હવે કોઈ પણ એક દેશના પ્રભુત્વ સામે ઝૂકવા તૈયાર નથી

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

દિલ્હીમાં 250,000 લોકોએ AI પ્રતિજ્ઞા લઈ વિશ્વ રેકોર્ડ બનાવ્યો

February 19, 2026
ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી
તાજા સમાચાર

અમેરિકા પાસેથી ભારત ૪૧ લાખ કરોડની કિંમતના સામાનની ખરીદી કરશે

February 19, 2026
એલિસી પેલેસમાં મોદીનું મેક્રોને કર્યું ભવ્ય સ્વાગત
તાજા સમાચાર

ભારત અને ફ્રાન્સ હવે કોઈ પણ એક દેશના પ્રભુત્વ સામે ઝૂકવા તૈયાર નથી

February 19, 2026
Next Post
એલિસી પેલેસમાં મોદીનું મેક્રોને કર્યું ભવ્ય સ્વાગત

ભારત અને ફ્રાન્સ હવે કોઈ પણ એક દેશના પ્રભુત્વ સામે ઝૂકવા તૈયાર નથી

ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી

અમેરિકા પાસેથી ભારત ૪૧ લાખ કરોડની કિંમતના સામાનની ખરીદી કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.