નેશનલ હેરાલ્ડ કેસમાં ચાલી રહેલી EDની તપાસ હવે પૂછપરછ બાદ એક્શન સુધી પહોંચી ગઈ છે. મંગળવારે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા બાદ બુધવારે EDએ દિલ્હીના હેરાલ્ડ હાઉસ સ્થિત યંગ ઈન્ડિયનની ઓફિસને સીલ કરી દીધી હતી. ઓફિસ સીલ થતાં જ દિલ્હીમાં ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસ હેડક્વાર્ટરથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના આવાસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. EDની કાર્યવાહી બાદ કોંગ્રેસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકાર પર ડરાવવાનો આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસ હવે આ મુદ્દો ગુરુવારે પણ સંસદમાં અવાજ ઉઠાવવા જઈ રહી છે. બીજી તરફ, નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત અલગ-અલગ સ્થળો પર ED દ્વારા પાડવામાં આવેલા દરોડામાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના તાર હવાલા સાથે જોડાયેલા જોવા મળી રહ્યા છે. એવું જાણવા મળ્યું છે કે ED દ્વારા મંગળવારે પાડવામાં આવેલા દરોડામાં કેટલાક હવાલા કનેક્શન સામે આવ્યા છે. એકાઉન્ટ બુકની એન્ટ્રીમાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો દર્શાવવામાં આવ્યા છે. આ હવાલા એન્ટ્રીઓ કોલકાતા અને મુંબઈમાં મળી આવી છે.
બીજી તરફ કોંગ્રેસ ED અને પોલીસ પર ગુસ્સે છે. બુધવારે કોંગ્રેસે સૌથી પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને ED અને પોલીસની કાર્યવાહીની નિંદા કરી હતી. આ પત્રકાર પરિષદમાં જયરામ રમેશ, અજય માકન અને અભિષેક મનુ સિંઘવી હાજર હતા. ત્રણેયનો દાવો છે કે સરકાર ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે.પણ તેઓ નમશે નહિ. કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે ED 5 ઓગસ્ટે મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી હોવાના ડરથી સરકારના ઈશારે કાર્યવાહી કરી રહી છે.
ED સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ધરપકડ કરશે ?
જે રીતે EDએ સંજય રાઉત, પાર્થ ચેટર્જી, સત્યેન્દ્ર જૈનની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી, શું ED સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સામે આવું કોઈ પગલું ભરી શકે છે? આ આશંકા એટલા માટે હતી કારણ કે કોંગ્રેસ કાર્યાલય, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ઘરની બહાર ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. આના પર કોંગ્રેસે આરોપ લગાવ્યો કે તેઓ ઘેરાયેલા છે.