યુરોપિયન દેશ મોન્ટેનેગ્રોમાં ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં 10 લોકોના મોત થયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતીજે બાદ પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો. હુમલામાં છ લોકો ઘાયલ પણ થયા છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મોન્ટેનેગ્રો પોલીસ ચીફ જોરાન બ્રાઝનીને જણાવ્યું કે હુમલાખોર 34 વર્ષનો હતો. તેણે પહેલાં 2 બાળકો અને તેમની માતાને ગોળી મારી હતી. ત્રણેય તેના મકાનમાં ભાડે રહેતા હતા. બાળકો 8 અને 11 વર્ષના હતા. આ પછી તેણે ઘરની બહાર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. આ દરમિયાન 7 લોકોને ગોળી વાગી હતી અને તેમના મોત થયા હતા.
ચીફ બ્રેઝનિને કહ્યું કે આ હુમલો પારિવારિક વિવાદને કારણે થયો છે. કૌટુંબિક વિવાદ શું હતો, શા માટે વ્યક્તિએ આ રીતે ગોળીબાર કર્યો, પોલીસે આ અંગે હાલ કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. હુમલાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં હુમલાખોર સાથે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન હુમલાખોર માર્યો ગયો.
ટૂરિસ્ટ પ્લેસ મોન્ટેનેગ્રો મોન્ટેનેગ્રો પર્યટનની દ્રષ્ટિએ એક ઉત્તમ સ્થળ છે. ઓગસ્ટ મહિનામાં ઘણા પ્રવાસીઓ અહીં ફરવા આવે છે. આવી સ્થિતિમાં આ ઘટના બાદ લોકોના મનમાં ડર છે. મોન્ટેનેગ્રોના વડા પ્રધાન દ્રિતન અબાજોવિકે તેમની ટેલિગ્રામ ચેનલ પર લખ્યું – સેટિન્જેમાં એક સનસનાટીભર્યા ઘટનાથી શહેરના લોકો આઘાતમાં છે.