Monday, March 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતના ૧૫ રાજ્યોમાં પાંચ દિવસ વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

દેશના અનેક વિસ્તારોમાં અનેક વિસ્તારોમાં ૫૦ થી ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2026-03-23 12:04:32
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશના 15 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે.

અનેક વિસ્તારોમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉપરાંત વીજળીના કડાકા

ભડાકા અને કરા પડવાની પણ શક્યતા છે. તાપમાનમાં ઘટાડાથી રાહત જરૂર મળશે પરંતુ હવામાનની

અનિશ્ચિતતાએ ચિંતા વધારી દીધી છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્કુલેશનની સંયુક્ત

અસરના કારણે ઉત્તર ભારતથી લઈ પૂર્વ અને દક્ષિણ ભાપતમાં એક સાથે વરસાદ, વાવાઝોડું અને

ગાજવીજ જોવા મળશે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. જેનાથી વાદળ ઝડપથી બંધાય છે

અને અચાનક વાતાવરણમાં પલટો આવે છે. અનેક રાજ્યોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે

પવન ફૂંકાશે. જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં પવનની સ્પીડ 70 કિમી પ્રતિ કલાક પર પહોંચી શકે છે.

હવામાન વિભાગ મુજબ આ સિસ્ટમ આગામી 4 થી 5 દિવસ સુધી સક્રિય રહેશે.આ દરમિયાન અલગ

અલગ રાજ્યોમાં અલગ અલગ તીવ્રતા જોવા મળશે. ક્યાંક ભારે વરસાદ પડશે તો ક્યાંક તીવ્ર ગતિથી

પવન ફૂંકાશે તો ક્યાંક વીજળી પડશે. તાપમાનમાં ઘટાડો થશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો ઊંચકાશે. બે દિવ

દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. આ સમયગાળા પછી તાપમાનમાં કોઈ

ફેરફારની સંભાવના નથી. જેના પગલે દિવસ દરમિયાન ગરમીમાં વધારો થઈ શકે છે અને રાત્રી

દરમિાયન ઠંડક ઓછી થઈ શકે છે. હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ,

હવામાનમાં ફેરફાર પાછળ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયેલું સાયકલોનિક સર્ક્યુલેશન મુખ્ય કારણ

માનવામાં આવે છે.

દિલ્હી-એનસીઆરમાં આજે હળવો વરસાદ અને વાદળો છવાયેલા રહેશે. દિવસભર હવામાન બદલાતું

રહેશે. મહત્તમ તાપમાન 28 થી 30 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. ઉત્તર પ્રદેશમાં હવામાનની સૌથી

વધારે અસર જોવા મળી રહી છે. કેટલાક જિલ્લામાં વાવાઝોડુ, વરસાદ અને કરા પડી રહ્યા છે. આગામી

દિવસોમાં પણ આ ક્રમ જળવાઈ રહેશે. 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

પહાડી રાજ્યોમ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે. 40થી 50

કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ શકે છે. હિમાચલના અનેક

વિસ્તારોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પહાડી વિસ્તોરમાં ભૂસ્ખલન અને

હિમસ્ખલનનો ખતરો છે.

બિહારમાં 24 થી 28 માર્ચ વચ્ચે વરસાદ અને વાવાઝોડુ થશે. 40 થી 50 કિમી ઝડપે પવન ફૂંકાશે.

અનેક જિલ્લામાં વીજળી અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે. પંજાબ અને હરિયાણામાં

છેલ્લા થોડા દિવસોથી હવામાન બદલાયું છે. વાવાઝોડું, વરસાદ અને કરાથી તાપમાનમાં ઘટાડો થયો

છે. સવાર અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. લોકો ફરીથી શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે. આ સ્થિતિ

આગામી 3 દિવસ સુધી રહી શકે છે. રાજસ્થાનના જયપુર, બીકાનેર અને જોધપુરમાં વાવાઝોડુ અને

હળવા વરસાદનું એલર્ટ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. 30 થી

40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રણપ્રદેશમાં ધૂળની ડમરીથી પરેશાની વધી શકે છે.

દક્ષિણ ભારતના સાયક્લોનિક સર્કુલેશનના કારણે તમિલનાડુ, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના

વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનની અસર જોવા મળશે. તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં કેટલાક

વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ જોવા મળી શકે છે. દક્ષિણ ભારતમાં મિશ્ર હવામાન જોવા મળી શકે છે.

પૂર્વોત્તર ભારતમાં 24 માર્ચથી હવામાન વધુ ખરાબ થઈ શકે છે. આસામ, મેઘાલય, મિઝોરમ અને

ત્રિપુરામાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ છે. 70 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે

છે. વૃક્ષ ધરાશાયી થવાની અને વીજ પુરવઠો ખોરવાવાની આશંકા છે. પશ્ચિમ બંગાળમાં આગામી 5

દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

Tags: alertindiamavthu
Previous Post

પાકિસ્તાન માટે જાસૂસી કરતો એરફોર્સ સ્ટેશનનો કર્મચારી ઝડપાયો

Next Post

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

dharmendravaghela

dharmendravaghela

Related News

બજેટમાં 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ
તાજા સમાચાર

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

March 23, 2026
સબ્સીડાઈઝ LPG સિલિન્ડરની માંગનો રેકોર્ડ સર્જાયો
તાજા સમાચાર

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

March 23, 2026
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો
તાજા સમાચાર

પાકિસ્તાન માટે જાસૂસી કરતો એરફોર્સ સ્ટેશનનો કર્મચારી ઝડપાયો

March 23, 2026
Next Post
સબ્સીડાઈઝ LPG સિલિન્ડરની માંગનો રેકોર્ડ સર્જાયો

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

બજેટમાં 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.