ભાવનગર એલસીબીનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન કાળિયાબીડ પાણીની ટાંકીથી જવેલર્સ સર્કલ રોડ પર આંબેડકર હોસ્ટેલ પાસે ત્રણ શખ્સો મેજીક વાનમાં શંકાસ્પદ હાલતે માલ સામાનની હેરફેર કરી રહ્યા હોય તેની તપાસ કરતા મેજીકમાંથી પાન મસાલા, સોપારી સહિતનો સામાન મળી આવેલ જેનું બિલ કે આધાર માંગતા ન હોવાનુ જણાવતા કબ્જે કરી પૂછપરછ કરતા રામ મંત્ર મંદિર સામે પાનની દુકાનમાંથી ચોરીનો માલ હોવાનુ જણાવતા ત્રણેયની અટકાયત કરી હતી.
એલસીબી પોલીસે નામ પુછતા
ભાવેશ ભીખુભાઇ શામોર ઉ.વ.૩૧ રહે.મામાનાં ઓટલાવાળા ખાંચામાં,એરપોર્ટ રોડ, રૂવા, ભાવનગર, વિજય ભગાભાઇ રાઠોડ ઉ.વ.૨૭ રહે.બ્લોક નં.૭૩૭૪, કૈલાશ સોસાયટી, ભરતનગર, ભાવનગર,
ઋત્વીક લાખાભાઇ બાંભણીયા ઉ.વ.૨૦ રહે.પંચાયત ઓફિસની બાજુમાં,એરપોર્ટ રોડ, રૂવા, ભાવનગર વાળાની
અલગ-અલગ તમાકુ, પાન મસાલા, સીગારેટ, સોપારી વિગેરે ચીજવસ્તુઓ મળી કુલ રૂ.૧,૭૫,૮૭૫, રોકડ રૂ.૬૦,૦૦૦,
મોબાઇલ નંગ-૦૩ રૂ ૧૦,૫૦૦, સફેદ કલરની ટાટા કંપનીની મેજીક રજી.નંબર-GJ-07-YY 1313 કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૪,૪૬,૮૭૫/- નો મુદ્દામાલ મળી આવેલ.
આ ત્રણેય ઇસમોની પુછપરછ કરતાં ઉપરોકત મુદ્દામાલ તેઓએ તથા હરિ ભરવાડે સાથે મળી ગઈ રાત્રીના સમયે રામમંત્ર મંદિર પેટ્રોલ પંપ સામે, રામનગર શોપીંગ સેન્ટરમાં આવેલ એક પાન મસાલાની દુકાનમાંથી ચોરી કરી લઇ લીધેલ હોવાનું જણાવેલ. જે અંગે નિલમબાગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૨૦૫૫૭/ ૨૦૨૨ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢવામાં સફળતાં મળેલ.