‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગઈકાલથી શરૂ થયેલાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અન્વયે સમગ્ર રાષ્ટ્રમાં તેની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉપક્રમમાં ભાવનગરની તૃષા છીપાવતો શેત્રુંજી ડેમ ભારતની આન, બાન શાનનાં પ્રતિક એવાં તિરંગાથી લહેરાઈને હવે રાષ્ટ્રભક્તિના પ્રેરણાના પિયૂષ પાઇ રહ્યો છે.
આ અગાઉ આ ડેમમાં ભારતીય તિરંગો શેત્રુંજી ડેમની અફાટ જળ રાશિમાં પણ લહેરાવવામાં આવ્યો હતો અને અત્યારે તેના કિનારે પણ ભારતમાતાનું સર ઉન્નત કરતાં નભ સાથે વાતો કરતાં લહેરી રહ્યો છે.