ભાવનગર શહેર અને જિલ્લામાં આજે બપોરથી મેઘરાજાનું આગમન થયુ હતું. જેમાં સિહોર પંથકમાં દોઢ ઇંચ તોફાની વરસાદ પડયો હતો જ્યારે ઉમરાળા પંથકમાં પણ ધોધમાર એક ઇંચ વરસાદ પડ્યો હતો.
આ ઉપરાંત ભાવનગર શહેર ઘોઘા અને વલભીપુર પંથકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો જોકે ભાવનગર શહેરમાં હજુ ધીમે ધારે વરસાદ પડી રહ્યો છે.