ભાવનગર અમદાવાદ હાઈવે પર બાવળીયારી નજીક મહુવા કૃષ્ણનગર રૂટની એસટી બસ અને કન્ટેનરનો ધડાકા ભેર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં એસટી બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ડ્રાઈવર ઈજાગ્રસ્ત બનતા 108 મારફત ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.
ધોલેરા પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.