દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે. ત્યારે આવા સમયે ઘણા એવા લોકો હશે, જેમણે આઝાદ ભારતના પ્રથમ દિવસે આંખ ખોલી હશે, આવા લોકોને ઈન્કમ ટેક્સ વિભાગ સુવિધા આપે છે. જો આપ પણ આ વર્ષે 75મો જન્મદિવસ ઉજવી રહ્યા હોવ તો, આપના માટે ખુશખબર આવી છે.
ટેક્સ વિભાગ 75 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના લોકોને આઈટીઆર ભરવામાં છૂટ આપે છે. એટલે કે, આપ ટેક્સ સંબંધી કાગળ કાર્યવાહીની ઝંઝટમાંથી છૂટકારો મળશે. આ ઉપરાંત જૂની ટેક્સ સિસ્ટમ અનુસાર, 75 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે ઈન્કમ ટેક્સ ભરવાની ન્યૂનતમ આવકના દાયકામાં પણ વધારે રાખવામા આવ્યા છે. જો કે, તેની પાછળ ઘણી બધી શરતો છે.
ગયા વર્ષના બજેટ ભાષણમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે 75 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આવકવેરા રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. આ સિવાય જૂની ટેક્સ સિસ્ટમ મુજબ, જો તમારી ઉંમર 75-79 વર્ષની વચ્ચે છે, તો તમારે 3 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 80 વર્ષના લોકો માટે તે વધીને 5 લાખ રૂપિયા થાય છે.
ભલે 75 વર્ષની ઉંમરના લોકોને ITR ફાઈલ કરવાથી છૂટ મળી રહી છે પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓએ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ સિવાય સરકારે કેટલીક શરતો પણ મૂકી છે, જેને પૂરી કર્યા પછી જ તમને ITR ભરવાથી છૂટકારો મળશે. પ્રથમ શરત એ છે કે તમે ભારતના નાગરિક હોવો જોઈએ. બીજી શરત એ છે કે તમારી આવક માત્ર પેન્શન અથવા વ્યાજમાંથી જ આવવી જોઈએ. ત્રીજી શરત એ છે કે આ બંને આવક એક જ બેંકમાં આવવી જોઈએ. છેલ્લે તે તમારી બેંક દ્વારા ચકાસાયેલ હોવું જોઈએ.