પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક બસ અને એક તેલ ટેન્કર વચ્ચે થયેલી ટક્કરમાં લગભગ 20 જેટલા લોકો જીવતા સળગી ગયા છે. આ દુર્ઘટના લાહોરથી લગભગ 350 કિમી દૂર મુલ્તાનમાં એક મોટરવે પર થઈ હતી. માનવામાં આવી રહ્યું છે. ફુલ સ્પિડ હોવાના કારણે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટના કલાકો સુધી વાહનવ્યવહાર ઠપ્પ રહ્યો હતો.
આ ટક્કર બાદ બસ અને ટેન્કર બંનેમાં આગ લાગી ગઈ હતી અને મુસાફરો જીવતા સળગી ગયા હતા. બાકીના 6 લોકો ઘાયલ થતાં તેમને મુલ્તાનની નિશ્તાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે. તેમણે જણાવ્યું હતું કે, મોટા ભાગના યાત્રીઓની લાશ સળગી ગઈ હતી. તેથી તેમની ઓળખાણ પણ થઈ શકતી નથી. ડીએનએ ટેસ્ટ બાદ લાશને તેમના પરિવારને સોંપવામાં આવશે. દુર્ઘટના બાદ વાહનોમાં આગ લાગી ગઈ હતી. જેનાથી રેસ્ક્યૂ અને ફાયરફાયટર્સની ટીમને લોકોના રેસ્ક્યૂમાં ભારે અડચણો આવી રહી છે.
આ અગાઉ પંજાબ પ્રાંતમાં જ શનિવારે એક લોડેડ ટ્રક અને પેસેન્જર બસની ટક્કર થઈ હતી. જેમાં લગભગ 13 લોકોના મોત થઈ ગયા હતા. આ બસમાં કુલ 18 લોકો સવાર હતા. સ્થાનિક લોકોએ બચાવકાર્ય કરીને લોકોને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જ્યાં 13 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બાકીના 5 લોકોની હાલત ગંભીર હતી.