લાગે છે કે, આ વર્ષે નવરાત્રી પણ માતૃ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિ પણ છવાયેલી રહેશે. ગરબા ક્લાસમાં પણ હાલ તિરંગા લહેરાઈ રહ્યા છે આઝાદીના અમૃત મહોત્સવની અનોખી ઉજવણી ચાલી રહી છે ત્યારે સ્મોલ વંડર ટીમ અને કોરીયોગ્રાફર લખવીર સિંઘ અને કેતન દાવરા અહીં ચાલતા ગરબા કલાસ દ્વારા ૧૩મી ઓગસ્ટ તિરંગા અભિયાનના પ્રથમ દિવસે તિરંગા થીમ પર ફયુઝન ગરબા અને ડાન્સ યોજાયા હતા.
આ અંગે વિગતો આપતા હર્ષા રામૈયાએ જણાવ્યું હતું કે, નવરાત્રી આવી રહી છે ત્યારે ગરબાની તૈયારી સ્વાભાવિક છે અને સ્મોલ વંડરમાં આયોજીત ક્લાસમાં યુવક, યુવતીઓએ આ દિવસે હાથમાં તિરંગા અને તેવી જ વેશભૂષા સાથે ગરબા અને ડાન્સ કર્યા હતા. સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.