Saturday, May 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતમાં આ વર્ષે નૈઋત્યનું ચોમાસુ સાધારણ રહેવાની હવામાન વિભાગની આગાહી

દેશમાં સરેરાશ કરતા આઠ ટકા ઓછો વરસાદ પડવાની સંભાવના

dharmendravaghela by dharmendravaghela
2026-04-14 11:40:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશભરમાં ઉનાળાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે વર્ષ 2026ના ચોમાસાને લઈને ચિંતાજનક પૂર્વાનુમાન જાહેર કર્યું છે. આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું છે કે, આ વર્ષે નૈઋત્યનું ચોમાસું સામાન્ય કરતા થોડું ‘સુસ્ત’ રહી શકે છે.

આઈએમડીના અનુમાન મુજબ, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં લોન્ગ પીરિયડ એવરેજના માત્ર 92 ટકા વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે આ વર્ષે વરસાદમાં 8 ટકા જેટલી ઘટ જોવા મળી શકે છે, જેને હવામાનની ભાષામાં ‘સામાન્ય કરતા ઓછો’ વરસાદ માનવામાં આવે છે.

વરસાદમાં આ ઘટાડા માટે મુખ્યત્વે ‘અલ-નીનો’ જવાબદાર હોવાનું મનાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પ્રશાંત મહાસાગરમાં ચોમાસા દરમિયાન અલ-નીનો સક્રિય થવાની સંભાવના છે, જે વરસાદને નબળો પાડવા માટેનું મુખ્ય પરિબળ બની શકે છે.

જોકે, રાહતની વાત એ પણ છે કે સીઝનના અંત સુધીમાં હિંદ મહાસાગરમાં ‘પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાઇપોલ’ સર્જાઈ શકે છે, જે નબળા પડતા ચોમાસાને થોડો ટેકો આપી શકે છે. આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે જૂન સુધી સ્થિતિ ન્યૂટ્રલ રહેશે, પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ પર વધુ અસર પડવાની આશંકા છે.

પ્રાદેશિક વિતરણની વાત કરીએ તો દેશના મધ્ય અને પશ્ચિમના ભાગોમાં વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની સૌથી વધુ શક્યતા છે. જોકે, ઉત્તર-પશ્ચિમ ભારત, પૂર્વોત્તર રાજ્યો અને દક્ષિણ દ્વીપકલ્પના કેટલાક ભાગોમાં વાદળો મહેરબાન રહેશે અને ત્યાં સામાન્ય કે તેથી વધુ વરસાદની આશા છે.

ખેતીવાડી પર તેની અસર અંગે સ્પષ્ટતા કરતા વિભાગે કહ્યું કે જૂન અને જુલાઈમાં ખરીફ પાકની વાવણીના સમયે વરસાદની સ્થિતિ બહુ પ્રતિકૂળ નહીં હોય, પરંતુ સીઝનના બીજા ભાગમાં ઓછો વરસાદ ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલું આ પ્રથમ પ્રારંભિક અનુમાન છે. નવી ડાયનેમિક અને સ્ટેટિસ્ટિકલ સિસ્ટમનો ઉપયોગ કરીને આ ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વિભાગ ફરીથી બીજું અપડેટેડ પૂર્વાનુમાન જાહેર કરશે, જેમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેનું વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવશે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી-NCR અને ઉત્તર ભારતમાં તાપમાનમાં થયેલો અચાનક વધારો સૂચવે છે કે આગામી દિવસોમાં ગરમીનું જોર હજુ પણ વધશે.

Tags: indiaMonsoonrain
Previous Post

નકલી મેરેજ સર્ટિફિકેટનું દૂષણ અટકાવવા હવે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી બને તેવી શક્યતા

Next Post

પાલિતાણાના મોખડકા ગામની સીમમાં આવેલ વાડીમાંથી પિસ્ટલ અને કાર્ટીસ સાથે ત્રણની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post

પાલિતાણાના મોખડકા ગામની સીમમાં આવેલ વાડીમાંથી પિસ્ટલ અને કાર્ટીસ સાથે ત્રણની ધરપકડ

આંબેડકર જયંતિ નિમિત્તે ભાવનગરમાં દલિત સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.