Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજથી સંસદનું ખાસ સત્ર : વિરોધ માટે વિપક્ષ સજ્જ

દેશ મહિલા સશક્તિકરણ તરફ ઐતિહાસિક પગલાં લેવા જઈ રહ્યો છે : પીએમ મોદી

dharmendravaghela by dharmendravaghela
2026-04-16 11:43:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહિલા અનામત અને સીમાંકન સંબંધિત જોગવાઈઓ પર ચર્ચા કરવા માટે સંસદ આજથી શરૂ થશે. બંધારણીય સુધારાની તૈયારી માટે બોલાવવામાં આવેલા ત્રણ દિવસના ખાસ સત્ર પહેલા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દેશ મહિલા સશક્તિકરણ તરફ ઐતિહાસિક પગલાં લેવા જઈ રહ્યો છે. લોકસભામાં આજે 18 કલાકની ચર્ચા શરૂ થશે. આ ફેરફારો દેશની સંસદમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાનો માર્ગ મોકળો કરશે.

લોકસભામાં ગુરુવારથી વિશેષ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે, આ સત્ર દરમિયાન સરકાર દ્વારા મહિલા અનામત અને સીમાંકનનું બિલ રજુ કરવામાં આવશે, જેને પગલે વિપક્ષ આક્રમક રીતે આ બિલનો વિરોધ કરવાની તૈયારીમાં છે. બુધવારે જ વિરોધનો સુર શરૂ થઇ ગયો હતો. નવા સીમાંકનમાં અનેક રાજ્યો સાથે અન્યાય થશેના આરોપો લગાવીને વિપક્ષ સરકારને ઘેરવાની તૈયારીમાં છે.

ત્રણ દિવસનું વિશેષ સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને વિપક્ષના નેતાઓની બેઠક મળી હતી જેમાં વિરોધ માટેની સ્ટ્રેટેજી પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખડગે ઉપરાંત રાહુલ ગાંધી, ડીએમકેના ટી આર બાલુ, આરજેડીના તેજસ્વી યાદવ, સપાના અખિલેશ યાદવ, આપના સંજયસિંહ, ટીએમસીના સાગરીકા ઘોષ, શિવસેના ઉદ્ધવના નેતા સંજય રાઉત, એનસીપીના સુપ્રીયા સુલે, સાંસદ કપિલ સિબલ સહિતના ટોચના નેતાઓનો સમાવેશ થાય છે. બેઠક બાદ પત્રકારોની સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું હતું કે સીમાંકન માટેની બિલમાં જે જોગવાઇ કરવામાં આવી છે તેની વિરુદ્ધમાં મતદાન કરવાનું વિપક્ષે નક્કી કર્યું છે. વિપક્ષ મહિલા અનામત વિરુદ્ધ નથી પરંતુ રાજકીય હેતુ માટે જે રીતે બિલ રજુ કરાયું છે તેની સામે વિરોધ છે. મહિલા અનામત માટે લોકસભાની બેઠકો વધારવાની જરૂર નથી, સરકાર હાલમાં લોકસભાની જે ૫૪૩ બેઠકો છે તેમાં જ મહિલાઓ માટે ૩૩ ટકા અનામત જાહેર કરે. એક્સ (ટ્વિટર) પર કરેલી પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકાર નવા સીમાંકન દ્વારા દક્ષિણ, પૂર્વોત્તર સહિતના નાના રાજ્યો સાથે અન્યાય કરવા જઇ રહી છે તેને વિપક્ષ નહીં ચલાવે. પ્રાપ્ત માહિતી મુજબ લોકસભાની કુલ બેઠકો હાલ ૫૪૩ છે તે વધીને ૮૫૦ કરવામાં આવશે. વસતી પ્રમાણે બેઠકો ફાળવવામાં આવશે, જે રાજ્યોએ વસતી વધારા પર કન્ટ્રોલ રાખ્યો અને વસતી ઓછી રાખી તેનું પ્રતિનિધિત્વ ઘટી જશે તેવા આરોપ સાથે વિપક્ષ આ બિલનો વિરોધ કરવા જઇ રહ્યું છે. હાલમાં લોકસભામાં એનડીએની કુલ હેઠકો ૨૯૨ છે જ્યારે વિપક્ષની બેઠકો ૨૩૩ છે. એવામાં આ બિલ લોકસભામાં પસાર થઇ જશે. જોકે રાજ્યો દ્વારા તેનો વિરોધ શરૂ થઇ ગયો છે.

Tags: indiaparliamentspecial seassion
Previous Post

ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરાતાં SP કચેરીને ઘેરાવ

Next Post

ભારતના મોટાભાગના રાજ્યોમાં ગરમીના પ્રમાણમાં વધારો થવાની આગાહી : પહાડી વિસ્તારમાં હળવો વરસાદ પડવાની વકી

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post

ભારતના મોટાભાગના રાજ્યોમાં ગરમીના પ્રમાણમાં વધારો થવાની આગાહી : પહાડી વિસ્તારમાં હળવો વરસાદ પડવાની વકી

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો

રશિયા પાસેથી સસ્તુ ઓઈલ ખરીદવાની અમેરિકાની અવધિ પૂર્ણ : ભારતની મુશ્કેલી વધશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.